સામાન્ય રીતે ગણેશજીના ચાર હથિયાર હોય છે- * પાશ * અંકુશ * વરદહસ્ત * અભયહસ્ત
કહેવામાં આવે છે કે પાશ રાગ અને અંકુશ ક્રોધનો સંકેત છે અથવા એ પણ સમજી શકીએ છીએ કે શ્રી ગણેશ પાશ દ્વારા ભક્તોના પાપનો નાશ કરે છે. તેમનું વરદહસ્ત ભક્તોની ઇચ્છા પૂર્તિનું તથા અભયહસ્ત બધા ભયની રક્ષાનું સૂચક છે.
* વક્રતુંડ બધા જ પ્રાણીઓને ભ્રમણામાં નાંખનાર ભગવાનની માયા વક્ર એટલે કે ઉચિત છે. તે માયાનું પોતાના તુળ્ડથી વધ કરવાને કારણે શ્રી ગણેશજીને વક્રતુળ્ડ કહેવામાં આવે છે- माया भ्रान्तिकरी जन्तोर्वक्रा संकथिता मुने। तुण्डेन तां निहन्तीह तेनायं वक्रतुण्डकः॥
ગીતામાં પણ કહ્યું છે કે ભગવાનની માયા અનોખી છે. એટલા મટે જે ભગવાનની શરણ ગ્રહણ કરે છે તેઓ જ તે માયાનો પાર પામી શકે છે.
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया। मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते॥
ભગવાન જ અબધા પ્રાણીઓને માયા દ્વારા ભ્રમણ કરાવે છે-
'भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया॥' (गीता १८ । ६१)
આ માયાનો પાર પામવાની ઇચ્છાવાળા શરણે આવેલ ભક્તોને માયાથી છુટકારો આપીને પરમપદ આપવાથી જ તે ભગવાન વક્રતુળ્ડ કહેવાય છે. આ રીતે જોઈએ તો વક્રતુળ્ડને ભગવાન સમજવામાં કોઇ અવરોધ નથી.
ગણેશજીનું સ્વરૂપ વક્ર એટલે કે દુર્જ્ઞેય છે. વિધ્ન વક્ર સુખ પ્રાપ્તિ નિરોધ દ્વારા કષ્ટને કારણે હોય છે. આ વક્ર રૂપ મુશ્કેલીઓના અધિપતિ હોવાને કારણે તે ભગવાન વક્ર્તુળ્ડ વિધ્નેશ કહેવાય છે.
'कण्ठाधो मायया युक्तं मस्तकं ब्रह्मवाचकम्। वक्राख्यं येन विघ्नेशस्तेनायं वक्रतुण्डकः॥
ભગવાન સ્વરૂપ દુર્જ્ઞેયતાની સૂચના ગીતામાં પણ જોવા મળે છે -
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः। मूढोऽयं नाभिजानाति....॥
'अवजानन्ति मां मूढा....।'
|