બધા જ દેવતાઓમાં ફક્ત અગ્રપૂજનીય જ નહી પરંતુ બધા જ દેવતાઓમાં પૂજાતા ભગવાન ગણેશ જેઓને સામાન્ય બોલચાલની ભાષામાં ગજાનન, ગનપતિ, સિધ્ધિવિનાયક, વક્રતુળ્ડ વગેરે નામોથી ઓળખવામાં આવે છે જેનાથી ભારતના બધા જ તીર્થસ્થળો, અનેક ક્ષેત્રોમાં અગણિત મંદિરો આવેલા છે. ભારતના લગભગ બધા જ પ્રમુખ શહેર અને ગામમાં ભગવાન ગણેશના અનેક મંદિરો છે.
અનેક જૈન અને બુધ્ધ મંદિરોમાં પણ ભગવાન ગણપતિની મૂર્તિઓની સ્થાપના છે.
કેટલાક લુપ્ત ગણપતિ ક્ષેત્ર
* મંગળ ગ્રહની કઠોર તપસ્યા કરવાના ઉદ્દેશ્યથી નર્મદા કિનારે કોઇ સ્થળ પર ગણેશની સ્થાપના કરી હતી. આ ક્ષેત્ર શાસ્રોમાં પરિચેરના નામે ઉલ્લેખાયેલું ચોક્કસ છે પરંતુ તેના ચોક્કસ સ્થળ વિશે માહિતી પ્રાપ્ત નથી.
* મહર્ષિ કશ્યપે તેમના આશ્રમમાં વક્રતુળ્ડની પ્રતિમા સ્થાપીને તપ કર્યું હતું, પરંતુ આ આશ્રમ કઇ જગ્યાએ છે તેની જાણકારી નથી.
* ' બલ્લાલ વિનાયક ' ના નામથી આ ક્ષેત્ર શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે. આ ક્ષેત્ર સિંધ પ્રદેશમાં કોઇ જગ્યાએ છે પરંતુ તેના વિશે સંપૂર્ણ જાણકારી નથી.
* તૈલંગ ક્ષેત્રમાં અનલ-અસુરના વધના હેતુથી ગણપતિએ અવતાર લીધો હતો આનો ઉલ્લેખ તો મળે છે પરંતુ તે સ્થળની જાણકારી પ્રાપ્ત નથી.
દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના મુખ્ય ગણેશ મંદિરોના નામ-
દક્ષિણ ભારતમાં ગણેશના અસંખ્ય મંદિરો મળી આવે છે.
* તિરૂપ્પરંમકુમ- મદુરૈ જિલ્લામાં પર્વતની અંદર વિશાળ ગુફામાં ખુબ જ મોટુ ગણેશનું મંદિર છે. દંત કથાનુસાર સ્વામી કાર્તિકેયનું આ વિવાહ સ્થળ છે. અહીંયાં શર શ્રવણ તળાવ પણ છે. * રામેશ્વર દ્વાદશ જ્યોતિર્લીંગમાં એક જ્યોતિર્લીંગ તેમજ ચાર ધામમાંનું એક છે. અહીંયા ભગવાન શ્રીરામે પહેલા ગણેશની પૂજા કરી હતી ત્યાર બાદ રામેશ્વર-લીંગની પૂજા કરી હતી.
* તિરૂચિરાપલ્લીના ત્રણ શિખરોમાંથી સૌથી ઉંચા પર્વત પર ગણેશનું સૌથી પ્રાચીન મંદિર છે આ ઉચિપિલ્લીયારના નામથી પ્રખ્યાત છે.
* પોંડિચેરીમાં સમુદ્રના કિનારે એક પ્રાચીન મંદિર છે જેને વિદેશીઓએ બનાવડાવ્યું હતું.
* કન્યા કુમારી : હિંદ મહાસાગર, બંગાળની ખાડી તેમજ અરબસાગરના મિલન સ્થળ પર અણેશજીનું મંદિર છે. આ મંદિરના દર્શન કરીને જ ભક્તો કુમારીકાદેવીના દર્શન કરે છે.
* ગોકર્ણમાં સિધ્ધ ગણપતિની મૂર્તિ છે આ ગણપતિની મૂર્તિ પર રાવણ દ્વારા આધાત કરવાના ચિન્હો છે.
ચમત્કારિક મૂર્તિ- કેરલમાં કાસરા ગોડ સ્ટેશનની પાસે માધુરે નામના સ્થળ પર એક મહાગણપતિ મંદિર છે. અહીંયા સ્વયંભૂ ગણપતિની પ્રતિમા છે. કોઇ હરીજન સ્ત્રીએ ઘાસ કાપતી વખતે જમીનમાં મૂર્તિ જોઇ હતી. એ મૂર્તિના અંગમાં ઘા થવાથી લોહી વહેતુ હતું. તેને આશ્ચર્યતા સાથે આ બાબતની જાણ ગામવાળા લોકોને કરી. તાત્કાલિક ત્યાં મંદિર બનાવવામાં આવ્યું અને ગણપતિની મૂર્તિમાંથી લોહી વહેતુ બંધ થઈ ગયું.
લગભગ 11 મી સદીમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તે સમયે આ મૂર્તિ લગભગ 8 સે.મી. × 4 સે.મી. ની હતી અને અત્યારે આ મૂર્તિ 25 સે.મી. × 10 સે.મી.ની થઈ ગઈ છે. તેને મંદિરના ગર્ભ ગૃહને લગભગ ઢાંકી દીધો છે.
આ સિવાય પણ ઘણા પ્રખ્યાત મંદિરો છે.
|