ગણેશ એક એવા આરાધ્ય દેવ છે કે જેમની આરાધનાનો વિસ્તાર વિશ્વના એક ખુબ જ મોટા ભૂ-ભાગ પર જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ જે જે દેશોમાં પડ્યો તે દેશોમાં ગણેશ આરાધનાની પ્રાચીનતાની પરંપરાનું જ્ઞાન તે રાષ્ટ્રોમાં આવેલ ગણેશ વિગ્રહ, ભક્તિચિત્ર અને ખોદકામ દ્વારા પ્રાપ્ત થયેલ સામગ્રીઓથી થાય છે.
ભારતના પશ્ચિમમાં આવેલ તુર્કિસ્તાનથી લઇને પૂર્વમાં આવેલ જાપાન, ભારતના ઉત્તરમાં આવેલ ચીનથી લઈને દક્ષિણમાં આવેલ શ્રીલંકા સુધી ગણેશ પૂજનના પ્રમાણ વિસ્તૃત અને જુદા જુદા રૂપમાં પ્રાપ્ત થાય છે.
આ દેશોના નામ છે- જાપાન, ચીન, ઇંડોનેશીયા, જાવા, બોર્નિયો, બાલી દ્વીપ, બર્મા, થાઇલેંડ, કંબોડિયા, મંગોલિઆ, તુર્કિસ્તાન, નેપાળ, તિબેટ, સુમાત્રા, અફઘાનિસ્તાન, કોરિયા વગેરે.
ગણેશ આરાધનાના આ વિસ્તૃત ક્ષેત્રોનો અનેક દેશી-વિદેશી લેખકો, શોધકર્તાઓએ ઉંડો અભ્યાસ કર્યો છે. વિશ્વના અનેક માન્યાતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થાનો, પુસ્તક પ્રકાશનોએ આ અધ્યયનો પર આધારિત જુદા જુદા પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં છે. ઓક્સફોર્ડ યુનિવર્સીટીની શોધકર્તા આંગ્લ મહિલા એલીસે એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું 'ક્ષચહિજર'. આ પુસ્તક 1836 માં પ્રકાશિત થઈ હતી. લેડી એલીસે જુદા જુદા દેશોમાં ગણેશના જુદા જુદા નામો પર શોધ કરીને નીચેના વિવરણોથી સંસારને જાણીતું કર્યું-
તામિલ ભાષામાં પિલ્લેયર નામથી. બર્મામાં મહાપિયેન ભોટમાં સોમ્સદાન જાપાનીમાં કાંગીતેન, વિનાયક, શોદેન ચીનમાં કુઆન-શી-તીએન માંગોલીયામાં બાતરલારૂમખાગાન કંબોડીયામાં કેનેસ નામથી ઓળખવામાં આવે છે.
|