ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम्। आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे॥ ओंकारमाद्यं प्रवदन्ति संतो वाचः श्रुतीनामपि यं गृणन्ति। गजाननं देवगणानतांघ्रिं भजेऽहमर्द्धेन्दुकृतावतंसम्॥
અર્થાત જે જ્ઞાન અને આનંદના સ્વરૂપ છે, વિનિર્મલ સ્ફટિક જેવી જેમની આકૃતિ છે, જે બધી વિદ્યાઓના મુખ્ય આધાર છે.તે શ્રી હયગ્રીવજીની હું ઉપાસના કરું છુ. જેને સંત લોકો ઓમકાર કહે છે, જેમના માથા પર અડધો ચંદ્ર શોભે છે તથા બધા દેવતાઓ જેમના ચરણોમાં નતમસ્તક થાય છે તે ગજમુખ શ્રી ગણેશજીની હું વંદના કરુ છુ.
શ્રી ગણેશની આરાધના આદિકાળથી ભારતમાં પ્રસિધ્ધ છે. કેટલાક આધુનિક લોકો પશ્ચિમી મતોથી પ્રભાવિત થઈને આ માન્યતામાં પડે છે કે ગણેશજીની ઉપાસના વૈદિક નથી. પરંતુ તેમનું સ્વરુપ નવા યુગમાં પ્રચલિત થયો. પણ વેદ અને આરણ્યકોમાં ગણપતિ-મંત્ર અને ગણપતિ-ગાયત્રીની ઉપલ્ધિ થાય છે.જેમના પાઠથી તે ખબર પડે છે કે ગણપતિની ઉપાસના વેદવિહિત છે.
ગણેશના નામની વિવેચના
મનદ્રારા ગ્રાહ્ય અને વાક દ્વારા વર્ળીય સંપૂર્ણ ભૌતિક જગતને તો 'ગ' થી ઉત્પન્ન થયેલો જાણો. અને વાક થી જુનો બ્રહ્મ વિધિસ્વરૂપ પરમાત્માને 'ળ' કાર સમજો. 'અધ્યાત્મ વિધિ પરમાત્માનુ સ્વરૂપ છે.' અધ્યાત્મવિધિ વિધિનામ (ગીતા 10 . 32) પરમાત્માના ચિંતન અને વર્ણનમાં મન તથા વાણી સમર્થ નથી.
આ ભૌતિક જગત અને આધ્યાત્મ વિધિના સ્વામી 'ગણેશ' કહેવાય છે.
मनोवाणीमयं सर्वं गकाराक्षरसम्भवम्। मनोवाणीविहीनं च णकारं विद्धि मानद। तयोः स्वामी गणेशोऽयं योगरूपः प्रकीर्तितः॥ सम्प्रज्ञातसमाधिस्थो गकारः कथ्यते बुधैः। असम्प्रज्ञातरूपं वै णकारं विद्धि॥ तयोः स्वामी गणेशोऽयं शान्तियोगमयस्सदा॥
'ગ' કાર સમ્પ્રજ્ઞાત-સમાધિના તથા 'ળ' કાર અસમ્પ્રજ્ઞાત-સમાધિના સ્વરૂપ છે. આ બંનેના સ્વામી શ્રી ગણેશ કહેવાય છે. 'ગ' કાર કંઠના ઊર્ધ્વ ભાગ ગજમુખનો તથા 'ળ' કાર કંઠથી ઉદર સુધીના ભાગ તથા 'ઈશ' કટિ તથા ચરણ નો સંકેત આપે છે.
गकारः कण्ठोर्ध्वं गजमुखसमो मर्त्यसदृशो णकारः कण्ठाधो जठरसदृशाकार इति च॥ अधोभागः कट्यां चरण इति हीशोऽस्य च तनुः। (गणेशमहिम्नः स्तोत्र ९)
ગજાનન હોવાનું રહસ્ય
यस्माज्जातमिदं यत्र ह्यन्ते गच्छति महामते। तद्वेदे गजशब्दाख्यं शिरस्तत्र गजाननः॥ (मुद्गलपुराण)
'ગકાર' થી ગમન(લય) અને 'જકાર' થી ઉત્પત્તિ ની તરફ સંકેત કરે છે. આ જ બંને અક્ષર વેદમાં 'ગજ' નામથી પ્રસિધ્ધ છે. આના જ કારણે ગણેશજી 'ગજાનન' કહેવાય છે. ગણેશજીનુ ગજવદન સંપૂર્ણ જગતના સૃજન, પાલન અને લયની સૂચના આપે છે.
'सर्वं जगदिदं त्वत्तो जायते। सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति। सर्वं जगदिदं त्वयि लयमेष्यति।' (गणपत्यथर्वशीष. ५)
એકદંતનું રહસ્ય
एकशब्दात्मिका माया देहरूपा विलासिनी। दन्तस्सत्तात्मकः प्रोक्तः.....। मायाया धारकोऽयं वै सत्तामात्रेण संस्थितः।
'એક' શબ્દ બાહ્ય શરીરરૂપી માયાનું તથા 'દંત' શબ્દ સત્તારૂપી પરમાત્માનો સંકેત છે. 'એકદંત' શબ્દ માયાનું આલંબન કરી સગુણરૂપી ગણેશજીનું બોધક હોય છે.
|