બધાં લોકોની માફક બોલીવુડની ફિલ્મોમાં કામ કરતાં લોકો માટે પણ ગણેશજી એક માનિતા ભગવાન છે. દસ દિવસ માટે ચાલનાર આ ઉત્સવને બહુ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જેનું ફિલ્માંકન ઘણી બધી ફિલ્મોમાં આપણને જોવા મળે છે. તેમના વિસર્જન માટેના દૃશ્યોનું પણ સારૂ ફિલ્માંકન દેખાડવામાં આવે છે. જૂની ફિલ્મોમાં વધુ કરીને ગણેશજીના નામે ભજનો અને ગીતો લખવામાં આવતા હતા.
વર્ષ 1981માં એક ફિલ્મ આવી હતી- "હમસે બઢકર કૌન" તેનું એક ગીત 'દેવા હો દેવા ગણપતિ દેવા! તુમસે બઢકર કૌન' પણ બહુ લોકપ્રિય થયું અને આજે પણ તેને સાંભળવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન મોહલ્લાં અને ગલીઓમાં પણ આ ગીતને લાઉડસ્પીકરો સાથે વગાડવામાં આવે છે. આ ગીતને મળેલી બહુ સફળતા પછી બીજી ઘણી ફિલ્મોમાં ગીતો, ભજનો અને આરતીઓ ગાવામાં આવી છે.
* ગણપતિ બાપા મોરિયા (ડૉન : 2006 ) * સબસે અચ્છા, સબસે પ્યારા, ગણપતિ બાપા ( મુઝે પ્યાર હુઆ તુમસે : 2001 ) * જય ગણેશ દેવા, માતા તુમારી પાર્વતી પિતા મહાદેવા ( સ્વર્ગ સે પ્યારા ઘર તુમ્હારા : 1992) * ગણપતિ બાપા મોરિયા ( મરતે દમ તક : 1987 ) * ગાઇયે ગણપતિ જગવંદન, ગિરજાસુત ગિરજાપતિનંદન ( પોસ્ટર : 1984) * ગણપતિ બાપા મોરિયા, પુઢચ્યાવર્ષી લવકર યા ( દર્દ કા રિશ્તા : 1983 ) * મંગલ મૂરત મોરિયા, છોટા-સા એક કર દો કામ ( બેખબર : 1982 ) * મૂર્તિ ગણેશ કી, અંદર દૌલત દેશ કી ( ટક્કર : 1980) * જય મંગલમૂર્તિ મોરિયા, હે ગણપતિ બાપા મોરિયા ( જય ગણેશ : 1977 ) * જય-જય ગણપતિ દેવા, હમ કરેં તુમ્હારી સેવા ( જય દ્વારકાધીશ : 1977) * રિદ્ધિ-સિદ્ધિ, બુદ્ધિ કે દાતા, જય-જય શ્રી ગણેશ ( શ્રી ગણેશ : 1962) * જય ગણેશ દેવા ( મહાપૂજા : 1954) * ગોલ-ગોલ મોદક કા જો કોઇ ( શ્રી ગણેશ જન્મ : 1951) * ભાદો કા યે મહિનવા ... આયા હૈ મંગલ ત્યોહાર ( શ્રી ગણેશ જન્મ : 1951) * ગાઇયે ગણપતિ જગવંદન ( શ્રી ગણેશ મહિમા : 1950) * ગજવદન ગુણ સદન ( કુરુક્ષેત્ર : 1945) * દેવા ઓ દેવા, ગલી-ગલી મેં તેરે નામ કા હૈ શોર ( ઇલાકા : 1989)
|