મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રી ગણેશોત્સવ ઉજવો પણ પ્રદુષણને રોકો
વેબ દુનિયા

ઇંદોર (વેબદુનિયા) મંગળકારી, વિધ્નકર્તા અને શુભકર્તા ગણાતા ભગવાન શ્રી ગણેશના પાવનકારી પર્વ ગણેશ મહોત્સવનો હાલ પ્રાંરભ થઈ ચૂક્યો છે. ભારતભરના સમગ્ર મંદિરોમાં હાલ ભાવિકો તન મન અને ધનના સથવારે આ મહોત્સવમાં જોડાઈ રહ્યાં છે. મંદિરોમાં અને શહેરની ગલીએ ગલીઓમાં કે, જ્યાં ગણેશજીની પ્રતિમા બિરાજમાંન કરવામાં આવી છે ત્યાં ભાવિકોની હેલી દિન-પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. ચોમેર એક ભક્તિમય અને આસ્થાસભર વાતાવરણ છવાયેલું નજરે ચડી રહ્યું છે. કહેવાય છે કે, દરેક પર્વના ઉદ્દભવ અને ઉજવણી પાછળ હમેશા કોઈને કોઈ કારણ રહેલું હોય છે ગણેશ મહોત્સવ ઉદભવ પાછળનું પણ એક ખાસ કારણ છે.

આ પર્વને પ્રોત્સાહન આપવા માટે લોકમાન્ય બાલ ગંગાધર તિલકે મહત્વનું યોગદાન આપ્યું હતુ. લોકમાન્ય તિલક (1856- 1920)પુનાના મહારાષ્ટ્રીયન બ્રામ્હણ હતાં જેઓ માનતા હતાં કે, અંગ્રેજોના સથવારે ભારત કદી પણ એક વિકસીત રાષ્ટ્ર નહી બની શકે. મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો ઉત્સવ ઉજવીને તિલકે લોકોના મનમાં ધાર્મિક જોમના સથવારે રાષ્ટ્રીયતાને જાગૃત કરવા માટે એક મહાન અને મજબૂત ચળવળનો પ્રારંભ કર્યો. જ્યારે બ્રિટિશ સરકારે ભારતમાં કોઈ પણ પ્રકારની સભા કે રેલી યોજવા માટે અંકૂશ રાખ્યો હતો ત્યારે સ્વતંત્રસેનાનીઓને એકઠા કરવાના ભાગરૂપે આ પર્વની ઉજવણી મુખ્ય કારણ હતી.

આપણે લોકમાન્ય તિલકનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કારણ કે, આજે આ પર્વ મહારાષ્ટ્રની સાથોસાથ સમગ્ર ભારતનો સૌથી મોટો પર્વ બની ગયો છે. આ પ્રસંગે તમામ મંદિરો અને ઘરોમાં આઠથી દસ દિવસ સુધી ગજાનનની પ્રતિમા સમક્ષ પૂજન અર્ચન અને વિવિધ ભોગ ધરવામાં આવે છે અને અંતિમ દિવસે ભાવિકો એક વિશાળ સરઘસ કાઢી ' ગણપતિ બાપા મોરિયા' ના જય જય કાર સાથે ભગવાન ગણેશની વિશાળકાય મૂર્તિઓનું નદી તળાવ અથવા તો સમુદ્રમાં વિસર્જન કરે છે. પરંતુ ત્યાર બાદ કોઈએ કલ્પ્યુ પણ છે કે, આ મૂર્તિઓનું શું થાય છે. ભારતીય શાસ્ત્રોક્તાનુસાર ખંડીત મૂર્તિઓને કઈ પુજામાં ન લઈ શકાય પરંતુ વિસર્જન કરાયેલી મૂર્તિઓ જ્યારે સમુદ્દના કાઠે આવી પહોંચે છે ત્યારે તેની હાલત એવી હોય છે કે, કોઈનું પણ ભાવિકનું મન દ્રવી ઉઠે. કેટલીક મુર્તિઓના પગ કપાઈ ગયાં હોય છે તો કેટલીક મસ્તક વિહોણી હોય છે. હકીકતમાં વિસર્જન વેળાએ ઉપયોગમાં લેવામાં આવતી આ મહાકાય મૂર્તિઓ સરળતાથી પાણીમાં ઓગળી શકતી નથી જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામે છે.

બીજી તરફ આ મુર્તિઓ પર્યાવરણ પર પણ માઠી અસર પાડી રહી છે. મુંબઈની જ વાત કરીએ તો અહીં દર વર્ષે આશરે 1.5 લાખ જેટલી એવી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. જે ઝેરી કેમીકલમાંથી બનેલી હોય છે અને સમુદ્રમાં જળપ્રદુષણ ફેલાવે છે.

ગણેશ મહોત્સવનો તહેવાર જો કે, હજારો હિંદુઓને પરસ્પર એકબીજાની નજીક લાવે છે પરંતુ હરીફાઈરૂપી દાનવ અહીં પણ અસ્તિત્વ લઈ ચૂક્યો છે. આ હરીફાઈના ભાગરૂપે જ એક ગણેશ મંડળો બીજા મંડળને નીચે દેખાડવા માટે વિશાળકાય ગણેશજીની પ્રતિમાનુ સર્જન કરે છે એટલું જ નહી પરંતુ મૂર્તિને વધુ આકર્ષક બનાવવા માટે વેચાણકારો હાલ પ્લાસ્ટર ઓફ પેરીસની સાથોસાથ ઝેરી કેમીકલથી બનેલા રંગો અને મટીરીયલનો ઉપયોગ કરે છે. જે અંતે પાણીમાં ભળે છે.

આ કેમિકલ જેટલુ જ વૃક્ષો અને જળચરો માટે હાનિકારક છે તેટલું જ માનવ શરીર માટે પણ ઝેર સમાન છે. દર વર્ષે આ પર્વની ઉજવણી બાદ અસખ્ય જળચરો પ્રાણીઓ કેમીકલરૂપી ઝેરના કારણે મૃત્યું પામે છે પરંતુ આ મુદ્દે દેશનો પર્યાવરણ વિભાગ હજું સુધી પોતાની કુંભ નિંદ્રામાંથી જાગ્યો નથી.

મૂર્તિઓમાં વપરાતા પ્લાસ્ટર ઓફ પેરીસમાં રહેલા જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ તેમજ કેમિકલ પેન્ટ્સમાં રહેલા મર્ક્યૂરી, કાર્બન અને સીસા જેવા ઘાતક ઝેરી દ્રવ્યોના પાણીમાં ભળે છે અને આ પાણી પીવાથી લોકોના શરીરમાં શ્વાસ, ચામડી અને લોહીની કાયમી બીમારી ઘર કરી જાય છે.

આખરે આ પ્રદુષણને અટકાવવા માટે શું કરવું જોઇએ -

* જ્યા સુધી શક્ય હોય તો સુધી પીતળ અથવા તો પથ્થરથી બનાવેલી મૂર્તિઓનો ઉપયોગ કરવો
* ચીકણી માટીથી બનેલી મૂર્તિઓનો પણ ઉપયોગ કરી શકાય
* મૂર્તિઓના શણગાર માટે પ્લાસ્ટીક અને થર્મોકોલનો ઉપયોગ ટાળવો.
* ગણેશ મહોત્સવને જ્યારે આપણે જીવનના એક ભાગ રૂપે માનીએ છીએ તો હરીફાઈ અને ભપકો શા માટે ?
* મૂર્તિને નાની રાખો અને શ્રદ્ધાને મોટી - ભગવાનની મૂર્તિનું કદ ગમે તેટલું હોય શ્રદ્ધા વિશાળ હોવી જોઈએ. વિશાળકાય મૂર્તિ શા માટે ?
* કેમીકલનો ઉપયોગ કદી પણ ન કરવાનો સંકલ્પ કરો.
* અલગ એક ટાંકીમાં વિસર્જન કરવું પણ એક સારો વિચાર છે.

આ અંગે તમે પણ અમને કોઈ યોગ્ય સૂચન કે પ્રતિભાવ મોકલી શકો છો અમે તેને લોકો સુધી પહોંચાડીશું. હવે રાહ શેની જોવો છો. મિત્રો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ચાલો ત્યારે અન્ય તૈયારીઓમાં પણ જોડાઈ જાવ...બોલો ગણપતિ બાપા મારિયા... ઘીમાં લાડુ ચોરીયા...

-જનકસિંહ ઝાલા
ઘણું બધુ
દેવા હો દેવા, ગણપતિ દેવા!...
કરો ‘ઓન લાઇન શ્રી ગણેશ પૂજન’
શ્રી ગણેશભગવાનનું વિવેચન
ગણપતિના નિદાન ભાવોના રહસ્ય
અષ્ટવિનાયક શ્રી ગણેશ ભગવાન
ગણેશજીના વિવિધ સ્વરૂપ