એક રાજાના રાજ્યની બધા જ એકાદશીનું વ્રત કરતાં હતાં. પ્રજાથી લઈને નોકાર ચાકર અને પશુ સુધ્ધાને પણ અન્ન નહોતું આપવામાં આવતું.
એક દિવસ કોઇ બીજા રાજ્યનો વ્યક્તિએ રાજાની પાસે આવીને કહ્યું કે મહારાજ! મહેરબાની કરીને અને નોકરી પર રાખી લો. ત્યારે રાજાએ તેની સામે એક શરત રાખી કે ઠીક છે તને રાખી લઈએ છીએ. પરંતુ રોજ તને ખાવા માટે બધું જ મળશે પણ એકાદશીના દિવસે કંઈ નહી મળે.
તે વ્યક્તિએ તે સમયે હા કહી દિધી પરંતુ એકાદશીના દિવસે જ્યારે તેને ફળાહાર માટે સામાન આપવામાં આવ્યો ત્યારે તે રાજાની આગળ જઈને વિનંતી કરવા લાગ્યો કે મહારાજ આનાથી મારૂ પેટ નહી ભરાય. હું ભુખ્યો જ મરી જઈશ. મને અન્ન આપો.
રાજાએ તેને તે શરતની યાદ અપાવડાવી પર તે અન્ન છોડવા માટે ખુશ ન થયો ત્યારે રાજાએ તેને લોટ, દાળ અને ચોખા આપ્યાં. તે રોજની જેમ નદીએ પહોચીને સ્નાન કરીને ભોજન બનાવવા લાગ્યો. જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તે ભગવાનને બોલાવવા લાગ્યો કે આવો ભગવાન ભોજન તૈયાર છે.
બોલાવવા પર પિતાંબર ધારણ કરીને ચારભુજાના રૂપમાં ભગવાન પહોચી ગયાં અને પ્રેમથી તેમની સાતેહ ભોજન કરવા લાગ્યાં. ભોજન કરીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયાં અને તે પોતાના કામે ચાલ્યો ગયો.
પંદર દિવસ બાદ જ્યારે બીજી એકાદશી આવી ત્યારે તેણે રાજાને વિનંતિ કરી કે મને બેગણો સામાન આપો. કેમકે તે દિવસે તો હું ભુખ્યો જ રહી ગયો હતો. રાજાએ જ્યારે તેનું કારણ પુછ્યું તો તેણે જણાવ્યું કે ભગવાન પણ મારી સાથે જમે છે. એટલા માટે અમારા બંન્ને માટે સામાન પુરો નથી થતો.
આ સાંભળીને રાજાને ખુબ જ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે હું નથી માનતો કે ભગવાન તારી સાથે જમતાં હોય. હું તો આટલા બધા વ્રત રાખું છું, પૂજાપાઠ કરૂ છું છતાં પણ મને તો ભગવાને આજ સુધી દર્શન નથી આપ્યાં.
રાજાની વાત સાંભળીને તે બોલ્યો કે તમને વિશ્વાસ ન હોય તો સાથે ચાલીને જોઈ લો. રાજા એક વૃક્ષ પાછળ છુપાઈને બેસી ગયાં. તે વ્યક્તિએ ભોજન બાનાવ્યું અને સાંજ સુધી ભગવાનને બોલાવતો રહ્યો પરંતુ ભગવાન આવ્યાં નહી. તેણે કહ્યું કે હે ભગવાન જો તમે નહી આવો તો હું આ નદીની અંદર કુદીને મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ.
તે છતાં પણ ભગવાન ન આવ્યાં. ત્યારે તે પ્રાણ ત્યાગવાના ઉદ્દેશ્ય સાથે નદી તરફ આગળ વધ્યો. પ્રાણ ત્યાગ કરવાના દ્રઢ નિર્ણયને જોઈને ભગવાન તુરંત જ હાજર થયાં અને તેની સાથે બેસીને ભોજન કર્યું. જમીને ભગવાન તેને પોતાની સાથે વિમાનમાં બેસાડીને પોતાની સાથે પોતાના ધામ લઈ ગયાં. આ જોઈને રાજાએ વિચાર્યું કે આ વ્રત અને ઉપવાસનો કોઇ જ ફાયદો નથી જ્યાર સુધી મન શુધ્ધ ન હોય. આનાથી રાજાને જ્ઞાન મળ્યું. તે પણ મનથી વ્રત-ઉપવાસ કરવા લાગ્યો અને અંતે સ્વર્ગને પ્રાપ્ત થયો.
બીજી વ્રતકથા :- એક રાજા હતાં. તેના રાજ્યની અંદર બધી જ પ્રજા સુખી હતી. એકાદશીના દિવસે કોઇ પણ અન્ન નહોતું વેચતું.બધા જ ફળાહાર કરતાં હતાં. એક વખત ભગવાને રાજાની પરિક્ષા લેવાનું વિચાર્યું. ભગવાને એક સુંદરીનું રૂપ ધારણ કર્યું રસ્તા પર બેસી ગયાં. ત્યારે રાજા ત્યાંથી નીકળ્યો અને સુંદરીને જોઈને ચકિત થઈ ગયો. તેણે પુછ્યું હે સુંદરી તુ કોણ છે અને અહીંયા કેમ બેઠી છે?
ત્યારે સુંદરી બનેલ ભગવાને જવાબ આપ્યો કે હું નિરાશ્રિત છું. નગરની અંદર મારી ઓળખાણવાળું કોઈ જ નથી કોનાથી મદદ માંગુ? રાજા તેના રૂપ પર મોહીત થઈ ગયો હતો. તું મારા મહેલમાં ચાલ અને મારી રાણી બનીને રહે.
સુંદરી બોલી હું તારી વાત માનીશ પણ તારે તારા રાજ્યનો અધિકાર મને સોંપવો પડશે. રાજ્ય પર મારો પુર્ણ અધિકાર હશે હું જે બનાવીશ તે તારે ખાવું પડશે.
રાજા તેના રૂપ પર મોહીત થઈ ગયો હતો એટલા માતે તેની બધી જ શરતો માની લીધી. બીજા દિવસે એકાદશી હતી. રાણીએ હુકમ આપ્યો કે બજારની અંદર અન્ય દિવસોની જેમ તે દિવસે પણ ધાન્ય વેચવામાં આવે. તેને ઘરની અંદર માંસ માંછલી વગેરે બનાવડાવ્યું અને રાજાને પીરસ્યું. આ જોઈને તેણે કહ્યું કે રાણી આજે તો એકાદશી છે અને હું ફક્ત ફળાહાર જ કરીશ.
ત્યારે રાણીએ પોતાની શરતની યાદ અપાવડાવી અને કહ્યું કે ખાવાનું ખાઓ નહી તો હું મોટા રાજકુમારનું માથુ કાપી લઈશ. રાજાએ આ વાત મોટી રાણીને કરી તો તેને જણાવ્યું કે રાજા ધર્મ ન છોડશો મોટા રાજકુમારનું માથુ આપી દો. પુત્ર ફરીથી મળી જશે પણ ધર્મ નહી મળે.
આ જ સમયે મોટો રાજકુમાર રમીને આવ્યો ત્યારે તેને જોઈને માતાની આંખમાં આંસુ આવી ગયાં ત્યારે રાજકુમાર દ્વારા તેનું કારણ પુછવા પર તેની માએ બધી જ હકીકત જણાવી તો રાજકુમારે કહ્યું કે હું માથુ આપવા માટે તૈયાર છું પિતાજીના ધર્મની રક્ષા જરૂર થશે.
રાજાએ દુ:ખી થઈને રાજકુમારનું માથુ આપવા માટે તૈયાર થયો તો રાણીના સ્વરૂપે આવેલ ભગવાન પોતાના વિષ્ણું રૂપમાં પ્રગટ થઈને તેને બધી હકીકત જણાવી અને કહ્યું કે હે રાજન તમે આ કઠીન પરિક્ષામાંથી પસાર થયાં. ભગવાને ખુશ થઈને તેને વરદાન માંગવા જણાવ્યું તો તેણે કહ્યું કે હે ભગવાન તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ છે અમારો ઉધ્ધાર કરો.
તે જ સમયે એક વિમાન ઉતર્યુ અને રાજા તેના પુત્રને રાજ્ય સોંપીને તેમાં બેસીએ પરમધામ ચાલ્યો ગયો.
|