મુખપૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હનુમાનજીની જન્મકથા

W.D
સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની સ્ત્રી હતી. એક વાર અંજનાએ શુચિસ્નાન કરીને સુંદર વસ્ત્રાભૂષણ પહેર્યા. તે સમયે પવનદેવે તેમના કર્ણરન્ધ્રમાં પ્રવેશ કરીને આવતી વખતે આશ્વાસન આપ્યુ કે તારે ત્યાં સૂર્ય, અગ્નિ, અને સ્વર્ણ સમાન તેજસ્વી, વેદ-વેદાંગોના જ્ઞાની, વિશ્વનો મહાબલી પુત્ર થશે અને આવુ જ થયુ પણ.

કાર્તિક કૃષ્ણ ચતુર્દશીની મહા નિશામા અંજનાના પેટમાંથી હનુમાનજી ઉત્પન્ન થયા. બે રાત્રિ પછી સૂર્યોદય થતા જ તેમણે ભૂખ લાગી. માતા ફળ લેવા ગઈ. બીજી બાજુ લાલ વર્ણના સૂર્યને ફળ સમજીને હનુમાનજી તેને લેવા માટે આકાશમાં ઉછળી ગયા. તે દિવસે અમાસ હોવાથી સૂર્યને ગ્રસ્ત કરવા રાહુ આવ્યો હતો. પરંતુ હનુમાનજીને બીજો રાહુ સમજીને તે ભાગી ગયા. ત્યારે ઈન્દ્રએ હનુમાનજી પર વ્રજથી પ્રહાર કર્યો. તેથી તેમની દાઢી વાંકી થઈ ગઈ, જેને કારણે તેઓ હનુમાન કહેવાયા.

ઈન્દ્રની આ દૃષ્ટતાને દંડ આપ્વા માટે હનુમાનજીએ પ્રાણીમાત્રનો વાયુસંચાર રોકી લીધો. ત્યારે બ્રહ્મા વગેરે દેવોએ તેમણે જુદા જુદા વરદાન આપ્યા. બ્રહ્માજીએ અમિવાયુનો, ઈન્દ્રએ વજ્રથી હત ન થવાનો, સૂર્યએ પોતાના શતાશ તેજથી યુધ્ધ અને સંપૂર્ણ શસ્ત્રોના વિશેષજ્ઞ થવાનો, વરુણે પાશ અને જળથી અભય રહેવાનો, યમે યમદંડથી અવધ્ય અને પાશથી નાશ ન થવાનો, કુબેરે શત્રુમર્દિની ગદાથી નિ:શંખ રહેવાનો, શંકરે પ્રમત્ત અને અજેય યોધ્ધાઓથી જય મેળવવાનો, અને વિશ્વકર્માએ મય બનાવતા બધા પ્રકારના દુર્બાધ્ય અને અસહ્ય અસ્ત્ર, શસ્ત્ર અને યંત્રો વગેરેથી કશુ પણ નુકશાન ન થવાનુ વરદાન આપ્યુ.

આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા. તેઓ બધા હનુમાનજીના ભક્તોમાં પ્રખ્યાત છે. તેઓ અનેક પ્રકારની રામાયણો, પદ્મ, સ્કન્દ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત થઈ શકે છે.
ઘણું બધુ
રામનવમીએ શું કરશો
રામનવમી વ્રત કેવી રીતે કરશો?
મરાઠીઓનું નવું વર્ષ ગુડી પડવો
મા શક્‍તિની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રિ
ઋતુનો રાજા વસંત
વસંત પંચમી