અષાઢી પૂનમે વ્યાસ પૂજન કરાય છે. આ દિવસે ઋષિ મુનીની પૂજા કરવાની પ્રથા પ્રાચીન અને પરંપરાગત છે. ઇતિહાસ જોઇએ તો માનવ સંસ્કૃતી સ્થાપવામાં ઋષિ મુનીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.
સંસ્કૃતી સંદર્ભ અંગેનો ખ્યાલ ઋષિ વ્યાસે પોતાના ગ્રંથમાં એકદમ સીધી સાદી, સરળ ભાષામાં આપ્યા છે. જ્યારે મુનિને વ્યાસ એવુ કહીને ભગવાન શ્રીકૃષ્ણએ પણ તેમની સ્તુતિ કરી છે. માનવી સંસ્કૃતીના સંદર્ભમાં મૂળ વિચારો વ્યક્ત કરનાર, તેનુ પ્રસાર કરનાર એને વ્યાસ કહેવાય.
તેથી જ જે પીઠ (સ્થાન) પર વિચારોનું નિર્માણ થઈને તેનો પ્રસાર થાય છે તેને વ્યાસપીઠ એવુ કહેવાય છે. આ શબ્દોનુ મહત્વ કેટલુ મોટુ છે તો પછી વ્યાસપીઠ પર બેસનારાનુ સ્થાન કેટલુ મહત્વનુ હશે તે આપણને યાદ રહે છે.
ગુરૂને હિન્દુ ધર્મના પિતા એવુ કહેવાય છે. મહર્ષિ વ્યાસ જીવનના સાચા કથાકાર છે. તેમણે જીવન બધી રીતે સમજાવ્યુ છે. જીવન એટલે ફક્ત અંધકાર કે પ્રકાશ નથી. છાયા અને પ્રકાશની રમત છે. સુખ-દુ:ખનો સંગમ છે. ગુરૂ કહે છે આપણુ જીવન તણખલા અને સફેદ દોરાથી સૂતેલુ વસ્ત્ર છે. તેથી સદ્દગુણ અને દુર્ગુણ જીવનમાં બરાબર જોવા મળે છે.
વ્યાસપીઠ પર બેસનારા વ્યક્તિએ અનેક નિયમો પાળવા જોઈએ. વ્યાસપીઠ પર બેસ્યા પછી કોઈની સ્તુતિ કે નીંદા કરી શકાતી નથી. આ પીઠ પર બેસનારો વ્યક્તિ સરસ્વતીનો ઉપાસક હોવો જોઈએ. તેની વાણી સરળ, સ્પષ્ટ, ચિંતનમય અને સમાજને ઉન્નતિના પથ પર લઈ જનારી માર્ગદર્શક હોવી જોઈએ.
વ્યાસના આ મહ્ત્વના કારણે તેમને ગુરૂ માનવામાં આવે છે. તેથી જ પારંપારિક વ્યાસપૂર્ણિમા ગુરૂ પૂર્ણિમાના રૂપમાં મનાવાય છે. નિર્જીવ વસ્તુને ઉપર ફેંકવા માટે સજીવ વસ્તુની જરૂર પડે છે. તેવી જ રીતે પશુસમાન માનવીને ઈશ્વર તરફ ધ્યાન દોરવુ હોય તો સદ્દગુરૂની જરૂર પડે છે.
માનવીને ઈશ્વર થવા માટે પોતાની પશુવૃત્તિ પર લગામ મૂકવી જોઈએ આ નિયંત્રણની પ્રેરણા તેને ગુરૂ પાસેથી મળે છે. ગુરૂ એટલે જ જે લઘુ નથી તે. એટલે જ જે લઘુને ગુરૂ બનાવે છે તે ગુરૂ. જીવનને મનના આધીન કરે છે તે લધુ અને મન પર નિયંત્રણ મુકાવે છે તે ગુરૂ.
ગુરૂ ચિંતનશીલ હોવા જોઈએ. જીવનના વિવિધ પ્રવાહોમાં પણ જે સ્થિર રહે છે તે ગુરૂ, સોનુ, સ્ત્રી અને કીર્તિ આ ઝંઝાવાત વચ્ચે પણ જે પોતાનુ અસ્તિત્વ નથી ખોતો તે ગુરૂ. તેના આ ગુણને લીધે જ તે માર્ગદર્શક હોય છે.
પરંતુ આજના યુગમાં ગુરૂ પૂજા એટલે ગુરૂવાદ થઈ ગયો છે. જેના લીધે માણસ અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં ભટકતો રહે છે. તેથી આપણે ગુરૂ પ્રત્યે શ્રધ્ધા રાખી ગુરૂ પૂજન એટલે જ દેવપૂજન એ સમજી લેવુ જોઈએ.
|