મુખપૃષ્ઠ > ધર્મ > હિન્દુ > દેવ/દેવીઓ > ભગવાન શ્રીવિશ્વકર્માદાદાના ચાલીસા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભગવાન શ્રીવિશ્વકર્માદાદાના ચાલીસા
બાઝ્યા અઘક સાથે શિવ, બેમાંથી એકે પ્રગટ્યો જીવ
નામ પાડ્યું તેનુ વાસ્તુ દેવ, વિશ્વકર્માની કરતો સેવ
બન્ને પક્ષને મારે માર, શંકર ગભરાયા તે વાર
વિશ્વકર્માની પાસે જાય, આવી શાંતિ કરે કર્માય
કૃતાક્ષ દૈત્ય અતિ બળવાન, પાર્વતિનું પામ્યો વરદાન
યુધ્ધ મુકીને નાઠા દેવ, મદદે આવ્યા વાસ્તુ દેવ
વાસ્તુ દેવે કપટ કરી, દૈત્ય પત્નીને જઇને છળી
તેના મૃત્યુનાં શુક્રને લઇ, કૃતાક્ષ મારવા પેરવી કરી
પીઠ દિયે પડતા મહાદેવ, પીઠ બળે જીવતો રહ્યો એવ
પિતાક્ષ પાડ્યું તેનું નામ, પછી દાદા શું કરે છે કામ
બ્રાહ્મણ શરમા ક્ષત્રિય વરમા, કરમા અમ પરીવાર
તેને લગતી વંશ જાતિ, સમજી લ્યો શુભ સાર
સતી ઇલા ઇલોડની નાર, અસુરે પજવી અપરંપાર
તેને માટે ઇલોડ રહ્યા, બદ્રિકાશ્રમ છોડી ગયા
વિશ્વકર્મા રહ્યા ઇલોડ, વિશ્વ શોભા કરવાના કોડ
સજીવન ત્યાં કુંડ કર્યા ત્રણ, અવનવા જળ તેમાં ભર્યાં
એ કુંડમાં જઇ કરે સ્નાન, અસાધ્ય રોગી બદલે વાન
અનસૂયા ચ્યવનની નાર, પતિવ્રતા છે અપરંપાર
તેના પતિએ દીધો શ્રાપ, સાંજે વિધવા થા તું આપ
રવિ અસ્તને રોક્યો નાર, અવનીમાં થયો હાહાકાર
રવિ અસ્તને આજ્ઞા કરી, તરત ચ્યવન તો ગયો મરી
દિવ્ય રૂપ ચ્યવનનું કરી, સોળ વર્ષની સતીને કરી
વૃક્ટાસુર માયાવી એ, પણ કરે ઇલાનું તેમ
વાસ્તુ ને દાદા ત્યાં જાય, માયા લોપ કરી પળમાંય
વૃલ્ટાસુર માર્યો તે વાર, ઇલોડ તે આવ્યા તત્કાળ
કન્યાદાનનો મોટો મહિમાય, જગમાં મળે ન જોટો ક્યાંય
કન્યાદાનની ઇચ્છા થઇ, કૃથેળીથી કરી બે કન્યાય
જગકુળ દેવ્યા મોટી કરી, અગણિત લક્ષ્મી નાની સહી
કશ્યપ સુત ભાનુની સાથ, જગદેવ્યાનો આપ્યો હાથ
પરિવૃગ રાજા જે કહેવાય, અગણિત લક્ષ્મી વરી ત્યાંય
સરસ્વતિને બ્રહ્માનો શ્રાપ, યજ્ઞ કરી નીવાર્યો આપ
સ્વધામ જાવા થઇ ઇચ્છાય, ત્યારે સભાજન બોલ્યા ત્યાંય
કોણ અમારી કરશે સહાય, પાંચ પુત્રો બનાવ્યા ત્યાંય
આપી વિદ્યા પ્રેમ ધરી, પણ પાછળથી નષ્ટ કરી
જેવા હથિયાર એવા દેવ, વિશ્વકર્માએ મૂક્યા એવ
વરદાન આપી કીધી સહાય, દુયાય તો ધનુરનો ઘાય
મહાસુદી પાંચમ અમાસ, દશેરા પુંજન કરજો ખાસ
મહાસુદી તેરસને દીન, સર્વે કરજો મમ પૂજાય
શ્રાવણ સુદી એકાદશી, પાંચમો આણોજો પાળજો હસી
એવું કરી વિશ્વકર્માય, ચાલ્યા અક્ષરધામની માંહ્ય

વિશ્વકર્માની બાવની દર અમાસે કરે તે નિશ્ચેત વૈકુંઠ જાય
<< 1 | 2 
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જ્ઞાન, વિદ્યાના દેવ - શ્રીવિશ્વકર્મા દાદા
કચ્છપ અવતાર
ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર
હું એક સમાજવાદી છુ - શ્રી સ્વામી વિવેકાનંદ
શું શીવ જ બુધ્ધ હતાં?
વિદ્યાની દેવી મા સરસ્વતી