नीलांजनं समाभासं रविपुत्रं यमाग्रजम्।छायामार्तण्ड संभूतं तं नमामि शनैश्चरम्॥પુરાણ કહે છે કે શનિને પરમશક્તિ પરમપિતા પરમાત્માએ ત્રણેય લોકના ન્યાયાધીશ બનાવ્યાં છે. શનિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ તેમના કર્મોની સજા આપે છે અને બ્રહ્માંડમાં સ્થિત બધાને શનિના કોપનો શિકાર બનવું પડે છે. પુરાણ કહે છે કે જો કોઈ વ્યક્તિ કોઈની પણ સાથે ગમે તે પ્રકારનો અન્યાય કરે છે તો તે શનિની વક્ર દ્રષ્ટિથી બચી નથી શકતો. દારૂ પીનાર, માંસ ખાનાર, વ્યાજ લેનાર, પરસ્ત્રીની સાથે વ્યાભિચાર કરનાર અને તાકાતના બળ પર કોઈની સાથે અન્યાય કરનારનો શનિદેવ 100 જન્મ સુધી પીછો કરે છે. સુર્ય વડે આ ગ્રહની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે શનિને સુર્યનો પુત્ર પણ માનવામાં આવે છે. જો આપણે ગ્રહની વાત કરીએ તો શનિની ચારે બાજુ જે વલય છે તે દૂરથી વાદળી દેખાય છે. વૈજ્ઞાનિકો આ વલયને લઈને હજી પણ આશ્ચર્યમાં છે કે આખરે આ વલય કઈ વસ્તુનો બનેલો છે. દેવતા કે ગ્રહ : આ વિવાદનો વિષય થઈ શકે છે કે શનિ એક દેવતા છે કે એક ગ્રહ. હનુમાનજીના કાળમાં શનિ નામની એક વ્યક્તિ પણ થઈ હતી જેના ચરિત્રના આધાર પર જ શનિગ્રહના ચરિત્રને માનવામાં આવે છે. તે જ રીતે જેવી રીતે હનુમાનજીને મંગળગ્રહના દેવતા તરીકે પસંદ કરાયા છે. છતાં પણ આ સંપુર્ણ રીતે શોધનો વિષય છે અને ગ્રહોથી સંબંધિત દેવતાઓનો ગ્રહ સાથે શું સંબંધ છે. જે કંઈ પણ હોય હિંદુઓ માટે બંને પૂજનીય છે. પુરાણોને અનુસાર : આમના માથા પર સોનાનો મુગુટ, ગળામાં માળા અને શરીર પર નીલા રંગના વસ્ત્રો અને ઈંદ્રનીલમણિને સમાન છે. તેઓ ગીધ પર સવારી કરે છે. તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ત્રિશુળ રહે છે. શનિને સુર્યનો પુત્ર માનવામાં આવે છે. તેમની બહેનનું નામ દેવી યમુના અને માતાનું નામ છાયા (સવર્ણા) છે. જ્યોતિષને અનુસાર : જ્યોતિષીયોને અનુસાર શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે તેમજ તેમની મહાદશા 19 વર્ષની હોય છે. તેઓ ધરતી અને શરીર પર જ્યાં તેલ અને લોહ તત્વ હોય છે ત્યાં રાજ કરે છે. શરીરમાં દાંત, વાળ અને હાડકાની મજબુતાઈ અને નબળાઈનું કારણ તેઓ જ છે. શનિદેવથી બધા જ ડરે છે કેમકે જ્યોતિષ અનુસાર શનિની સાડાસાતી અને ઢવ્યાના ફેરમાં ફસાયેલ વ્યક્તિની જીંદગીમાં તોફાન ઉભા થઈ જાય છે. ખગોળ વિજ્ઞાન અનુસાર : ખગોળ વિજ્ઞાન અનુસાર શનિનો વ્યાસ 120500 કિ.મી., 10 કિ.મી. પ્રતિ સેકંડની સરેરાશ ગતિથી આ સુર્યના સરેરાશ દોઢ અરબ કિ.મીની દૂરી પર રહીને આ ગ્રહ 29 વર્ષોમાં સુર્યનું ચક્કર પુર્ણ કરે છે. ગુરૂ શક્તિ પૃથ્વી વડે 95 ગણી અને આકારમાં ગુરૂ પછી બીજો નંબર આવે છે. પોતાની ધરી પર ફરતા આને નવ કલાક લાગે છે. શનિની સપાટીનું તાપમાન 240 ફેરનહાઈટ છે. શનિની ચારે બાજુ સાત વલય છે, શનિના 15 ચંદ્રમા છે જેમનો દરેકનો વ્યાસ પૃથ્વી કરતાં ઘણો વધારે છે. શનિના પ્રસિદ્ધ મંદિરો : મહારાષ્ટ્રના શિંગણાપુર ગામની નજીક શનિનું પ્રસિદ્ધ મંદિર છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરની પાસે શનિશ્વરા મંદિર. ઉત્તર પ્રદેશના કોશીની પાસે કૌકિલા મંદિર વનમાં સિદ્ધ શનિ દેવનું મંદિર. |