તેરસો કિલોમીટરની યાત્રા કરીને અમરકંટકથી નીકળીને નર્મદા વિંન્દ્ય અને સાતપુડાની વચ્ચે થઈને ભરૂચની પાસે આવેલી ખંભાતની ખાડીમાં અબર સાગરને મળી જાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ નર્મદાના તટને ખુબ જ પ્રાચીન માનવામાં આવે છે. પુરાતત્વ વિભાગ માને છે કે નર્મદાના તટના કેટલાયે વિસ્તારોમાં પ્રાચીન સભ્યતાના અવશેષો મળી આવ્યાં છે. આ સભ્યતાઓ સિંધુ ઘાટીની સભ્યતાઓ સાથે મેળ ખાય છે અને સાથે સાથે આની પ્રાચીનતા સિંધુ સભ્યતા કરતાં પણ જુની છે. દેશની બધી જ નદીઓની અપેક્ષાએ નર્મદા વિરુદ્ધ દિશામાં વહે છે. નર્મદા એક પહાડી નદી હોવાને લીધે કેટલાયે સ્થળો પર આની ધારા ખુબ જ ઉંચાઈએથી પડે છે. કેટલીયે જગ્યાઓ પરથી તો આ પ્રાચીન અને મોટી મોટી ચટ્ટાનોની વચ્ચેથી સિંહનાદ કરતી પસાર થાય છે. ભારતની નદીઓમાં નર્મદાનું પોતાનું મહત્વ છે. ન જાણે કેટલી બધી જમીનને તેણે લીલીછમ બનાવી છે. કેટલા બધા તીર્થ આજે પણ પ્રાચીન ઈતિહાસના સાક્ષી છે. નર્મદાના જળનો રાજા છે મગરમચ્છ જેને કહેવાય છે કે ધરતી પર લગભગ 25 કરોડ વર્ષોથી તેનું અસ્તિત્વ છે. માઁ નર્મદા મગરમચ્છ પર જ સવાર થઈને યાત્રા કરે છે, તો આવો આપણે તેમની યાત્રા કરીએ. અમરકંટક : સોહાગપુર તહસીલમાં વિંધ્ય અને સાતપુડા પહાડોમાં અમરકંટક નામનું એક નાનકડું ગામ છે. તેની પાસેથી જ નર્મદા એક ગોમુખમાંથી નીકળે છે. કહેવાય છે કે, એક જમાનામાં અહીંયા મેકલ, ભૃગુ, વ્યાસ અને કપિલ વગેરે ઋષિઓએ તપ કર્યું હતું. ધ્યાનીઓ માટે અમરકંટક ખુબ જ મહત્વનું સ્થળ છે. મંડલા : નર્મદાનો પહેલો પડાવ મંડલા છે, જે અમરકંટકથી લગભગ 295 કિલોમીટર દૂર નર્મદાના ઉત્તરી તટ પર આવેલ છે. સુંદર ઘાટ અને મંદિરોને લીધે અહીંયા પર આવેલ સહસ્ત્રધારાનું દ્રશ્ય ખુબ જ સુંદર છે. કહેવાય છે કે રાજા સહસ્ત્રબાહુએ અહીંયા પોતાની હજાર ભુજાઓથી નર્મદાના પ્રવાહને રોકવાનો પ્રયત્ન કર્યો હતો એટલા માટે આનું નામ સહસ્ત્રધારા છે. ભેડા ઘાટ: આ સ્થળ જબલપુરથી 19 કિલોમીટર દૂર છે. કોઈ એક જમાનામાં ભૃગુ ઋષિએ અહીંયા તપ કર્યું હતું. ઉત્તર તરફથી વામન ગંગા નામની એક નાનકડી નદી નર્મદામાં મળે છે. આ સંગમ એટલે કે ભેડાને કારણે જ આ સ્થળને ભેડા ઘાટ કહે છે. અહીંયાથી થોડેક દૂર નર્મદાનો એક 'ધુંઆધાર' ધોધ છે. ધુંઆધાર પછી સાડા ત્રણ કિલોમીટર સુધી નર્મદાનો પ્રવાહ બંને બાજુ સો સો ફુટ કરતાં પણ વધારે ઉંચી સંગેમરમરની દિવાલોની વચ્ચેથી સિંહનાદ કરતો પસાર થાય છે. હોશંગાબાદ : ભેડા ઘાટ બાદ બીજા મનોરમ તીર્થ છે- બ્રાહ્મણ ઘાટ, રામઘાટ, સુર્યકુંડ અને હોશંગાબાદ. આમાં હોશંગાબાદ પ્રસિદ્ધ છે. અહીંયા પહેલા જે ગામ હતું તેનું નામ નર્મદાપુર હતું. આ ગામને હોશંગશાહે ફરીથી બનાવડાવ્યું હતું. અહીંયા સુંદર અને પાક્કા ઘાટ છે, પરંતુ હોશંગાબાદના પૂર્વ ઘાટનું જ ધાર્મિક મહત્વ છે. નેમાવર : હોશંગાબાદ પછી નેમાવરમાં નર્મદા વિશ્રામ કરે છે. નેમાવરમાં સિદ્ધેશ્વર મહાદેવનું મહાભારતકાળનું પ્રાચીન મંદિર છે. નેમાવર નર્મદાની યાત્રાનો વચ્ચેનો પડાવ છે, એટલા માટે આને નાભિ સ્થાન પણ કહે છે. અહીંયાથી ભરૂચ અને અમરકંટક બંને એકસરખા દૂર છે. પુરાણોમાં આ સ્થાનનું રેવાખંડ નામે કેટલીયે જગ્યાએ મહિમામંડન કરવામાં આવ્યું છે. ઘાયડી કુંડ : નેમાવર અને ઓમકારેશ્વરની વચ્ચે ઘાયડી કુંડ નર્મદાનો સૌથી મોટો જળ ધોધ છે. 50 ફુટની ઉંચાઈથી અહીંયા નર્મદાનું જળ એક કુંડમાં પડે છે. પાણીની સાથે સાથે આ કુંડમાં નાના-મોટા પત્થર પણ પડે છે, જે જળઘર્ષણને લીધે સુંદર, ગોળ અને ચમકીલા શિવલીંગ બની જાય છે. આખા દેશમાં શિવલીંગ લગભગ અહીંયાથી જ જાય છે. અહીંયા જ પુનાસાની જળ વિદ્યુત-યોજનાનો બંધ તબા નદી પર બનેલો છે. |