ઓમકારેશ્વર : કહેવાય છે કે વરાહ કલ્પમાં જ્યારે આખી પૃથ્વી જળમાં મગ્ન થઈ ગઈ હતી ત્યારે તે સમયે માર્કંડેય ઋષિનો આશ્રમ જળથી અછુત હતો. આ આશ્રમ નર્મદા નદીના કિનારે ઓમકારેશ્વરમાં છે. ઓમકારેશ્વરમાં જ્યોતિર્લિંગ હોવાને લીધે આ પ્રસિદ્ધ પ્રાચીન હિંદૂ તીર્થ છે.
ઓમકારેશ્વરની આજુબાજુ બંને તીરો પર ગાઢ જંગલ છે, જેને સીતા વન કહે છે. વાલ્મિકી ઋષિનો આશ્રમ અહીંયા જ હતો.
મંડલેશ્વર અને મહેશ્વર : ઓમકારેશ્વરથી મહેશ્વર લગભગ 64 કિલોમીટર દૂર આવેલ છે. મહેશ્વરથી પહેલા નર્મદાના ઉત્તર કિનારે એક કસ્બો છે મંડલેશ્વર. વિદ્વાનોનું માનવું છે કે મંડન મિશ્રનું સાચુ સ્થાન આ જ છે અને મહેશ્વરને પ્રાચીન માહિષ્મતી નગરી માનવામાં આવે છે. માંડલેશ્વર થી મહેશ્વર લગભગ 8 કિમી છે.
મહેશ્વરથી 19 કિ.મી. ના અંતરે ખલઘાટ છે. આ સ્થળને 'કપિલા તીર્થ' પણ કહે છે. કપિલા તીર્થથી 12 કિમી. પશ્ચિમમાં ધર્મપુરીની પાસે મહર્ષિ દધીચિનો આશ્રમ હતો તેવું જણાવવામાં આવ્યું છે. સ્કંદ-પુરાણ અને વાયુ પુરાણમાં આનો ઉલ્લેખ મળી આવે છે.
શુક્લેશ્વર : ધર્મપુરી પછી કુશ ઋષિની તપોભુતિ શુક્લેશ્વરથી આગળ નર્મદા માતા ચિરવલદા પહોચે છે. મનાવામાં આવે છે કે અહીંયા વિશ્વામિત્રી, જમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રી વસિષ્ઠ અને કશ્યપે તપ કર્યું હતું.
બાવન ગજા : શુક્લેશ્વરથી લગભગ પાંચ કિલોમીટર બડવાનીની પાસે સાતપુડાના ગાઢ પહાડોમાં બાવનગજા ભગવાન પાર્શ્વનાથની 84 ફુટ ઉંચી મૂર્તિ છે. આ એક જૈન તીર્થ છે. બાવન ગજાની પહાડીની ઉપર એક મંદિર પણ છે. હિંદુજન આને દત્તાત્રેયની પાદુકા કહે છે. જૈન આને મેઘનાદ અને કુંભકર્ણની તપોભુમિ માને છે.
શૂલપાણી : બાવન ગજાથી આગળ વરૂણ ભગવાનની તપોભૂમિ હાપેશ્વરના દુર્ગમ જંગલો પછી શૂલપાણી નામનું તીર્થ આવે છે. અહીંયા શૂલપાણી સિવાય કમલેશ્વર, રાજરાજેશ્વર વગેરે અને કેટલાયે મંદિરો છે.
અન્ય તીર્થ : શૂલપાણીથી આગળ જઈને ગરૂડેશ્વર, શુક્રતીર્થ, અંકતેશ્વર, કર્નાલી, ચાંદોદ, શુકેશ્વર, વ્યાસતીર્થ થતાં નર્મદા અનસુયામાઈના સ્થળે પહોચી જાય છે, જ્યાં અત્રી ઋષિની આજ્ઞાથી અનસુયા દેવીએ પુત્ર પ્રાપ્તિ માટે તપ કર્યું હતું અને તેમનાથી પ્રસન્ન થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓએ અહીંયા દત્તાત્રેયના રૂપમાં તેમના પુત્રમાં રૂપમાં જન્મ લીધો હતો.
આગળ નર્મદા કંજેઠા પહોચે છે જ્યાં શકુંતલાના પુત્ર ભરતે અનેક યજ્ઞ કર્યા. ત્યાંથી વધારે આગળ સીનોરમાં ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિથી અનેક પવિત્ર સ્થળોથી પસાર થાય છે.
અંગારેશ્વર : સીનોર પછી ભરૂચ સુધી કેટલાયે નાના મોટા ગામડા બાદ અંગારેશ્વરમાં મંગલ તપ કરીને અંગારેશ્વરની સ્થાપના કરી હતી. કહે છે કે અંગારેશ્વરથી આગળ નિકોરામાં પૃથ્વીનો ઉદ્ધાર કર્યા બાદ વરાહ ભગવાને આ તીર્થની સ્થાપના કરી હતી. પછી આગળ લાડવામાં કુસુમેશ્વર તીર્થ છે. મંગલેશ્વરમાં કશ્યપ કુળમાં જન્મેલા ભાર્ગવ ઋષિએ તપ કર્યું હતું.
યાત્રાનો અંત : આના પછી થોડુક ચાલીને નર્મદા ભરૂચ પહોચી જાય છે, જ્યાં સમુદ્રમાં મળી જાય છે. ભરૂચને ભૃગુ-કચ્છ કે ભૃગુ-તીર્થ કહે છે. અહીંયા ભૃગુ ઋષિનો નિવાસ હતો. રાજા બલિએ આ સ્થળે જ દસ અશ્વમેઘ યજ્ઞ કર્યા હતાં. ભરૂચની સામેના તીરે સમુદ્રની નજીક વિમલેશ્વર નામનું સ્થળ છે. |