શ્રીવલ્લભાચાર્યના સંપ્રદાયનું શ્રીનાથદ્વારા મંદિર વૈષ્ણવ અને વલ્લભ સંપ્રદાય જ નહિ પરંતુ આખા હિંદુ સમાજ માટે મહત્વ ધરાવે છે. રાજસ્થાનના ઉદયપુર શહેરથી માત્ર 30 મીલ જ દૂરી પર આવેલ પ્રસિદ્ધ એકલિંગજી સ્થાનથી માત્ર 17 મીલ ઉત્તરમાં આ વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલ છે. અન્ય મંદિરોથી જુદુ, અહીંયા પુષ્ટિમાર્ગના નિયમાનુસાર જ સમય-સમય પર શ્રીનાથજીની મૂર્તિના દર્શન કરાવવામાં આવે છે. વલ્લભાચાર્યને જ ગોવર્ધન પર્વત(મથુરા) પર શ્રીનાથજીની મૂર્તિ મળી હતી. આ મૂર્તિને પહેલાં ઘિસાર અને પછી અહીંયા સ્થાપિત કરવામાં આવી. વલ્લભાચાર્યના દ્વીતીય પુત્ર વિઠ્ઠલનાથના કુલ સાત પુત્રોની પૂજનની મૂર્તિઓ અલગ અલગ હતી. આ વૈષ્ણવોમાં સાત સ્વરૂપના નામથી પ્રસિદ્ધ છે. તેમના મોટા પુત્ર ગિરધરજી તિલકાયત હતાં. આનાથી જ તેમના વંશલ નાથદ્વારાના ગુસાઈજી ટિકાયત કે તિલકાયત મહારાજ કહેડાવવા લાગ્યા. શ્રીનાથજીની મૂર્તિ ગિરિધરજીના પૂજનમાં રહી. માન્યતા અનુસાર ઔરંગજેબે જ્યારે હિંદુઓની મૂર્તિઓ તોડવાની આજ્ઞા આપી ત્યારે શ્રીનાથજીની મૂર્તિ તોડી નાંખવાના ભયથી દામોદરજી, જે ગિરિધરજીના પુત્ર હતાં તેઓ આ મૂર્તિને લઈને સન 1669 (વિક્રમ સંવત 1726)માં ગોર્વધનથી નીકળી ગયાં અને કેટલાયે સ્થળોએ થઈને ચાંપાસણી ગામ (જોધપુર) રાજ્યમાં પહોચ્યા. ત્યાર બાદ મેવાડના તત્કાલીન મહારાજા રાજસિંહના નિવેદનથી મૂર્તિને સન 1671 (વિક્રમ સંવત 1728)માં મેવાડ લઈને આવ્યાં જ્યાં બનાસ નદીના કિનારે સિહાંડ ગામની પાસે લાવીને તેની પ્રતિષ્ઠા કરી દિધી. |