હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી તમને વંદન કરીયે, શિવ સુખના સ્વામી. હે શંખેશ્વર...
મારો નિશ્ચય એક છે સ્વામી, બનૂ તમારો દાસ તારા નામે ચાલે-2, મારો શ્વાસોશ્વાસ. હે શંખેશ્વર...
દુ:ખ સંકટને કાપો-સ્વામી વાંછિત ને આપો-2 પાપ હમારા હરજો-2 શિવસુખના સ્વામી. હે શંખેશ્વર ...
નિશદિન હુ માંગુ છું, સ્વામી તુમ શરણે રહેવા-2 ધ્યાન તમારૂ ધ્યાવુ-2, સ્વીકારજો સેવા. હે શંખેશ્વર... રાત-દિવસ આવુ છું સ્વામી, દયાતણા ભંડાર-2 ત્રિભુવનના છો નાયક-2, જગના તારણ હાર હે શંખેશ્વર...
|