ઉત્તમ ધર્મના દસ અંગ છે- 1. ક્ષમા : સહનશીલતા. ક્રોધને ઉત્પન્ન ન થવા દેશો. ક્રોધ ઉત્પન્ન થાય તો પોતાના વિવેકથી, નમ્રતાથી તેને વિફળ કરી દો. પોતાની અંદર ક્રોધનું કારણ શોધવું, ક્રોધથી થનાર અનર્થોનો વિચારવા, બીજાઓની બેસમજી પર ધ્યાન ન આપવું. ક્ષમાના ગુણોનું ચિંતન કરવું. 2. માર્દવ : ચિત્તમાં મૃદુતા અને વ્યવહારમાં નમ્રતા હોવી. 3. આર્દવ : ભાવની શુદ્ધતા. જે વિચારો તે કહો. જે કહો તે કરો. 4. શૌચ: મનમાં કોઈ પણ પ્રકારનો લોભ ન કરવો. આસક્તિ ન રાખવી. શરીરની પણ નહિ. 5. સત્ય : યથાર્થ બોલવું. હિતકારી બોલવું. થોડુ બોલવું. 6. સંયમ : મન, વચન અને શરીરને કાબુમાં રાખવું. 7. તપ : મલીન વૃત્તિઓને દૂર કરવા માટે જે બળ જોઈએ તેને માટે તપસ્યા કરો. 8. ત્યાગ: પાત્રને જ્ઞાન, અભય, આહાર, ઔષધિ વગેરે સદવસ્તુઓ આપવી. 9. અકિંચનતા : કોઈ પણ વસ્તુમાં મમતા ન રાખવી. અપરિગ્રહ સ્વીકાર કરવો. 10. બ્રહ્મચર્ય :સદગુણોનો અભ્યાસ કરવો અને પોતાને પવિત્ર રાખવા. |