જૈન ધર્મ વિશે | તીર્થ સ્થળ
મુખપૃષ્ઠ » ધર્મ » જૈન » જૈન ધર્મ વિશે » જૈન ધર્મને ઓળખો
 

બંને સંપ્રદાયોમાં મતભેદ દાર્શનિક સિદ્ધાંતોથી વધારે ચરિત્રને લઈને છે. દિગમ્બર આચરણ પાલનમાં ઘણું કઠળ છે જ્યારે કે શ્વેતાંબર થોડુક ઉદાર છે. શ્વેતાંબર સંપ્રદાયના મુનિ શ્વેત વસ્ત્રો પહેરે છે જ્યારે કે દિગમ્બર મુનિ નિર્વસ્ત્ર રહીને સાધના કરે છે. વેદોમાં પણ તેમને 'વાતરશના' કહેવામાં આવ્યાં છે.

દિગમ્બર સંપ્રદાય માને છે કે મૂળ આગમ ગ્રંથ લુપ્ત થઈ ગયો છે, કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થવા [અર સિદ્ધને ભોજનની આવશ્યકતા પણ નથી રહેતી અને સ્ત્રી શરીરથી કૈવલ્ય જ્ઞાન શક્ય નથી, પરંતુ શ્વેતાંબર સંપ્રદાયમાં આવું નથી માનતાં.

દિગમ્બરોની પ્રમુખ રૂપે એક શાખા છે મંદિર માર્ગી અને શ્વેતાંબરોની મંદિર માર્ગી તેમજ સ્થાનકવાસી બે શાખાઓ. આ શાખાઓની અમુક ઉપશાખાઓ પણ છે. જૈનીઓની તેરહપંથીઓ, વીસપંથી, તારણપંથી, યાપનીય વગેરે અને અમુક અન્ય ઉપશાખાઓ પણ છે. જૈન ધર્મની બધી જ શાખાઓમાં અમુક મતભેદ હોવા છતાં પણ ભગવાન મહાવીર તેમજ અહિંસા, સંયમ અને અનેકાંતવાદમાં બધાનો સમાન વિશ્વાસ છે.

જૈન દર્શન : જીવ અને અજીવ

જૈન દર્શન અનુસાર અસ્તિત્વ અને સત્તાના બે તત્વો છે- જીવ અને અજીવ. જીવ છે ચેતના જેમાં જીવ છે અને અજીવ છે જડ એટલે કે જેમાં ચેતના અથવા ગતિનો અભાવ છે. જીવ બે પ્રકારના હોય છે એક તો તે જે મુક્ત થઈ ગયાં હોય અને બીજા તે જે બંધનમાં છે. આ બંધનથી મુક્તિનો માર્ગ જ કૈવલ્યનો માર્ગ છે.

ભૌતિક જડ દ્રવ્ય માટે જૈન 'પુગદલ' શબ્દનો પ્રયોગ કરે છે. જૈન દર્શન અનુસાર ચેતન જીવ અને અચેતન પુદગલ બંને એકબીજા કરતાં અલગ, સ્વતંત્ર અને નિત્ય તત્વ છે. એટલે કે બ્રહ્માંડમાં માત્ર જીવ અને અજીવ બે જ તત્વો છે.

અનેકાંતવાદ અને સ્યાદવાદ :
અનેકાંતવાદ વસ્તુ અને સ્યાદવાદ જ્ઞાનની સાપેક્ષતાના સિદ્ધાંત છે. આને સમજવું ઘણું મુશ્કેલ છે. અહીંયા એટલુ જ જાણવું ઉચિત છે કે આ પદાર્થ અને જ્ઞાન (આત્મા) સંબંધી જૈન અવધારણાના સિદ્ધાંત છે. સત્તાની દ્રષ્ટિએ આને અનેકાંતવાદ અને જ્ઞાનની દ્રષ્ટિએ આને સ્યાદવાદ કહેવામાં આવે છે.

અનેકાંતવાદ : આ જગતમાં અનેક વસ્તુઓ છે અને અનેક ધર્મ (ગુણ-તત્વ) છે. જૈન દર્શન માને છે કે મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, ઝાડ અને છોડમાં જ ચેતના અને જીવ નથી હોતા પરંતુ ધાતુઓ અને પત્થરો જેવા જડ પદાર્થમાં પણ જીવ રહે છે. પુદગલાણું પણ અનેક અને અનંત છે જેમના સંઘાત બનતાં અને બગડતાં રહે છે.

અનેકાંતવાદ કહે છે કે વસ્તુમાં અનેક ગુણધર્મ હોય છે. વસ્તુના અનેક ધર્મ આગંતુક એટલે કે આવતાં જતાં રહે છે. આનો અર્થ છે કે પદાર્થ ઉત્પન્ન અને વિનષ્ટ થતો રહે છે, પરિવર્તનશીલ, આકસ્મિક અને અનિત્ય છે. જેથી કરીને પદાર્થ કે દ્રવ્યનું લક્ષણ છે બનવું. આ જ અનેકાંતવાદનો સાર છે.

આને તે રીતે સમજો કે દરેક વસ્તુમાં મુખ્ય અને ગૌણ, બે ભાગોમાં વહેચીએ તો એક દ્રષ્ટિથી એક વસ્તુ સત માની શકાય છે અને બીજી દ્રષ્ટિએ તેને અસત. અનેકાંતમાં બધા જ વિરોધોનો સમંવય થઈ જાય છે. જેથી કરીને સત્યને કેટલાયે દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે.

સ્યાદવાદ : 'સાપેક્ષતા', એટલે કે 'કોઈની પણ અપેક્ષાથી'. અપેક્ષાના વિચારોથી કોઈ પણ વસ્તુ સત પણ હોઈ શકે છે, અસત પણ. આને 'સતભંગી નય'થી સમજી શકાય છે. આનું નામ જ 'સ્યાદવાદ' છે.

સ્યાદવાદનો અર્થ સાપેક્ષતાવાદ થાય છે. સાપેક્ષ સત્ય. આપણે કોઈ પણ પદાર્થ કે બ્રહ્માંડનું જ્ઞાન દાર્શનિક બુદ્ધિની કોટિઓ દ્વારા પ્રાપ્ત નથી કરી શકાતી. આનાથી માત્ર આંશિક સત્ય જ હાથ લાગે છે. આને માટે જૈન એક ઉદાહરણ આપે છે-

એક આંધળાએ હાથીના પગ પકડીને તેને થાંભલા સમાન કહ્યો. બીજાએ કાન પકડીને કહ્યું કે હાથી સુપડા સમાન છે. ત્રીજાએ સુંઢ પકડીને કહ્યું હાથી એક વિશાળ અજગર છે અને ચોથાએ પુંછડી પકડીને કહ્યું કે હાથી રસ્સી સમાન છે. દાર્શનિક અને તાર્કિક વિવાદ પણ આવી જ રીતે ચાલે છે, પરંતુ બધા જ આંખોવાળા જાણે છે કે સમગ્ર હાથી આમાંથી કોઈને પણ સમાન નથી.

મહાવીર સ્વામીએ સ્વયં ભગવતીયસૂત્રમાં આત્માની સત્તાના વિષયમાં સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ અને સ્યાદ અવક્તવ્યમ આ ત્રણેય ભંગોનો ઉલ્લેખ કર્યો છે.

આત્મા અને બ્રહ્માંડ સંબંધી જૈન ધારણાઓ : ઈશ્વરવાદી ધર્મ માને છે કે જીવ અને ઈશ્વર જગતને ઈશ્વરે બનાવ્યો છે. આનો અર્થ ત્રણનું અસ્તિત્વ થયું. પહેલો ઈશ્વર, બીજો જીવ અને ત્રીજુ જગત. પરંતુ જૈન ધર્મનું માનવું છે કે માત્ર બે નું જ અસ્તિત્વ છે પહેલો જીવ અને બીજું જગત. જીવ કેટલાયે છે તેવી રીતે કે જેવી રીતે જગતમાં કેટલાયે તત્વો છે.

બેનું જ અસ્તિત્વ છે- જીવ અને જગત. બંને એકબીજાથી બદ્ધ છે. બદ્ધ એટલે કે બંધનમાં હોવું. શરીર અને આત્મા. આત્મા વિના શરીર નિશ્વેત છે અને શરીર વિના આત્માની ઉપસ્થિતિનો કોઈ જ અર્થ નથી. પરંતુ જે મુક્ત આત્મા છે તેને જ આત્મા થવાનો આભાસ છે.
 
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો