મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભૂતભાવન-મનભાવન મહાકાળ

W.DW.D
મહાકાળ મંદિરમાં શિવરાત્રિ અને શ્રાવણી સોમવારના દિવસે લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવાં આવે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે ઉજ્જૈનના રાજા મહાકાળ પોતાની પ્રજાના હાલ જાણવાં માટે નગરમાં ફરવા નીકળે છે. આ દિવસે ભગવાનના મુખૌટાને પાલખીમાં મૂકીને મુખ્ય રાજમાર્ગો પર ફેરવવામાં આવે છે. શ્રાવણ માસનાં છેલ્લા સોમવારે મહાકાળની શાહી સવારી કાઢવામાં આવે છે. આ સવારીમાં લોકોના ટોળે-ટોળાં ઉમટી પડે છે. દરેક જગ્યાએ પ્રજાપાલક મહાકાળનો જયઘોષ સાંભળવા મળે છે.

ઉજ્જૈનનો એક જ રાજા છે અને તે છે મહાકાળ. આ અફવાને કારણે ઉજ્જૈનની સીમાની અંદર રાજા-મહારાજાઓ રાત નથી વિતાવતાં. અહીં સુધી કે જ્યારે ઉજ્જૈન પર સિંધિયા રાજધરાનાનું આધિપત્ય હતુ, ત્યારે તેમણે પણ રાત વિતાવવા માટે પોતાનો કાલિયાદેહ મહેલ શહેરની સીમાથી બહાર બનાવ્યો હતો. - દંતકથા

આરતીનો સમય -

શ્રી મહાકાળના દરવાજા સવારે 4 વાગે ખુલી જાય છે. આ સમય હોય છે ભસ્મ આરતીનો, જે 6 વાગ્યા સુધી ચાલે છે. સવારે 7.30 થી 8.15 સુધી નૈવેદ્ય આરતી. સાંજે 5 વાગ્યાથી જળાભિષેક બંધ થઈ જાય છે. સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી સંધ્યા આરતી.

W.DW.D
રાતે 10.30 થી શયન આરતી. રાતે 11 વાગે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.
(ગરમીના દિવસોમાં નૈવિધ આરતી સવારે 7 વાગ્યાથી 7.45 સુધી અને સંધ્યા આરતી 7 થી 7.30 વાગ્યા સુધી થાય છે.)

ક્યારે જવું જોઈએ ?

આમ તો આખું વર્ષ મહાકાળના મંદિરમાં ભીડ રહેતી હોય છે. પણ શિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં મહાકાળના આ નગરનું રૂપ જ અનોખુ હોય છે. દરેક જગ્યાએ લોકોનું ટોળુ દેખાય છે. રસ્તાઓ પર સામાન્ય થી માંડીને ખાસ લોકો ઉઘાડા પગે, ખભા પર કાવડ લઇને જોવાં મળે છે. આખું નગર શિવની ભક્તિમાં ડૂબી જાય છે. શ્રાવણના મહિનામાં અહીં શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

કેવી રીતે જવુ ?

બાય રોડ - ઉજ્જૈન-આગ્રા-કોટા-જયપુર માર્ગ, ઉજ્જૈન-બદનાવર-રતલામ-ચિત્તૌડ માર્ગ,
ઉજ્જૈન-મક્સી-શાજાપુર-ગ્વાલિયર-દિલ્લી માર્ગ, ઉજ્જૈન-દેવાસ-ભોપાલ માર્ગ, ઉજ્જૈન-ધુલિયા-નાસિક-મુંબઈ માર્ગ.

W.DW.D
રેલ માર્ગે - ઉજ્જૈન થી મક્સી-ભોપાલ માર્ગ (દિલ્લી-નાગપુર લાઈન), ઉજ્જૈન-નાગદા-રતલામ માર્ગ (મુંબઈ-દિલ્લી લાઈન)
ઉજ્જૈન-ઈંદોર માર્ગ (મીટરગેજ થી ખંડવા લાઈન). ઉજ્જૈન-મક્સી-ગ્વાલિયર-દિલ્લી માર્ગ.

વાયુમાર્ગ - ઉજ્જૈન થી ઈંદોર એરપોર્ટ લગભગ 65 કિલોમીટર દૂર છે.

ક્યાં રોકાશો ? ઉજ્જૈનમાં સારી હોટલોથી માંડીને સામાન્ય ધર્મશાળાઓ બધું મળી રહે છે. આ સાથે મહાકાળ સમિતિની મહાકાળ અને હરસિધ્ધિ મંદિરની પાસે સારી ધર્મશાળા છે. આ ધર્મશાળાઓમાં એસી, નોન એસી રૂમ અને ડોરમેટ્રી મળી રહે છે. મંદિર પ્રબંધ સમિતિ આની સારી રીતે સંભાળ કરે છે.

વિડીયો જુઓ
<< 1 | 2