1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા

ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર

ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર
W.DW.D
ભગવાન શિવના કુલ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે ત્રયંબકેશ્વરનું મહાદેવ મંદિર. આ પવિત્ર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલાં એક શહેર નાસિકથી 35 કિલોમીટર દૂર ત્રયંબક કસ્બામાં આવેલું છે. આ ગામમાં પગ મૂકતાંની સાથે જ મન શિવભક્તિમાં લીન થઇ જાય છે. આખું વાતાવરણ મહામૃત્યુંજયના મંત્રના ઉચ્ચારણથી પાવનમય થઇ જાય છે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો.

ગામની અંદર પ્રવેશ કરતાં થોડુક અંતર કાપ્યાં બાદ મંદિરના મુખ્ય દ્વારના દર્શન થાય છે. આ મંદિરની ભવ્ય ઇમારત સિંધુ-આર્ય શૈલીનો એક અજોડ અને ઉત્કુષ્ટ નમૂનો છે... મંદિરની અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા પછી શિવલિંગની આકૃતિનું ફકત પ્રારૂપ દેખાય છે, પણ શિવલિંગ નહિ. તેને ધ્યાનથી જોતાં આકૃતિના પ્રારૂપમાં એક-એક ઇંચના ત્રણ શિવલિંગો જોવા મળે છે. આ લિંગોને ત્રિદેવ - બ્રહ્મા-વિષ્ણુ અને મહેશના અવતાર માનવામાં આવે છે. પ્રાત:કાળની પૂજા થયાં બાદ આ પ્રારૂપ પર ચાંદીનો પંચમુખી મુગટ ચઢાવવામાં આવે છે. આ જૂનાં મંદિરનું પુનઃ ર્નિર્માણ ત્રીજાં પેશવા બાલાજી એટલે કે નાનાસાહેબ પેશવાએ કરાવ્યું હતું.

W.DW.D
આ મંદિરનું જીર્ણૉદ્ધાર 1755માં શરૂ થયો અને જે 31 વર્ષના એક લાંબા સમયગાળા બાદ વર્ષ 1786માં પુરો થયો હતો. કહેવામાં આવે છે કે આ ભવ્યમંદિરના નિર્માણમાં લગભગ 16 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો, તે સમયે આ રકમ ખૂબ જ મોટી માનવામાં આવતી હતી.

ત્રયંબકેશ્વરનું મંદિર અને ગામ બ્રહ્મગિરી નામક પહાડીની તળેટીમાં આવેલું છે. આ પહાડીને શિવ ભગવાનનું સાક્ષાત રૂપ માનવામાં આવે છે. અને આ જ પર્વત પર પવિત્ર નદી ગોદાવરીનું ઉદ્ગમસ્થાન છે. કહેવામાં આવે છે કે -

"પ્રાચીન કાળમાં ત્રયંબક ગૌતમ ઋષિનું તપોભૂમિ રહ્યું હતું. તેમના ઉપર લાગેલાં ગૌવધના આક્ષેપમાંથી મુક્ત થવા માટે તેમણે કઠોર તપ કરી ભગવાન શિવ પાસે ગંગાને અહીં અવતરિત(સ્થાપિત) કરવા માટેનું વરદાન માગ્યું. તે રીતે, દક્ષિણની ગંગા એટલે કે ગોદાવરીનદીનું ઉદ્ગમ થયું હતું". - એદંત કથા.

W.DW.D
ગોદાવરીના ઉદ્ગમની સાથે જ ગૌતમ ઋષિની વિનંતી ઉપરાંત શિવજીએ આ મંદિરમાં વિરાજમાન થવાનું સ્વીકાર્યું હતું અને ત્રણ આંખો વાળા શિવશંભુ અહિંયા વિરાજમાન થયાં બાદ આ જગ્યા ત્રયંબકના(ત્રણ આંખો વાળા)નામે પ્રખ્યાત થયું. ઉજ્જૈન અને ઓંકારેશ્વરની માફક જ ત્રયંબકેશ્વર મહારાજને આ ગામનો રાજા માનવામાં આવે છે. એટલા માટે દર સોમવારે ત્રયંબકેશ્વરના રાજા પોતાની પ્રજાના ખબર અંતર પૂછવા માટે નગર ભ્રમણ કરવા નીકળે છે. આ ભ્રમણ વખતે ત્રયંબકેશ્વર મહારાજના પંચમુખી સોનાના મુગુટને પાલકીમાં બેસાડીને ગામમાં ફેરવવામાં આવે છે. ફરી કુશાવર્ત તીર્થ પાસે આવેલા ઘાટ ઉપર સ્નાન કરાવવામાં આવે છે. આ પછી મુખૌટાને મંદિરમાં પાછું લાવીને તેને હીરાથી જડાયેલાં મુગુટને પહેરાવવામાં આવે છે. આ આખુ દ્દશ્ય ત્રયંબક મહારાજના રાજ્યાભિષેક જેવું લાગે છે. આ યાત્રાને જોવી ખૂબજ અદ્દભૂત અનુભવ છે.

W.DW.D
"કુશાવર્ત તીર્થની જન્મ કથા ઘણી રસપદ છે. કહેવાય છે કે બ્રહ્મગિરી પર્વતથી ગોદાવરી નદી વારંવાર ગાયબ થતી હતી અને તેનું નાસવાનું રોકવા માટે ગૌતમ ઋષિએ એક કુશાની મદદ લઇને ગોદાવરીને બાંધી લીધી હતી. ત્યાર પછીથી આ કુંડમાં દરેક વખતે ખીચોખીચ પાણી ભરેલું રહે છે અને આ કુંડને જ કુશાવર્ત તીર્થના નામે જાણવામાં આવે છે. કુંભ સ્નાનના સમયે શિવ અખાડાઓ આ કુંડમાં શાહી સ્નાન કરે છે." - એક દંતકથા.

શિવરાત્રિ અને શ્રાવણ સોમવારના દિવસે અહિંયા ઘણાં બધાં શ્રદ્ધાળુઓ કતારો બનાવીને ઊભા હોય છે, ભક્તો વહેલી સવારે નાહ્યાં પછી તેમના આરાધ્ય દેવના દર્શન કરવા માટે આવે છે. અહિંયાની એક ખાસ વાત એ છે કે કાળ સર્પ યોગ અને નારાયણ નાગ બલી નામની ખાસ પૂજા-અર્ચના પણ થાય છે. જેના કારણે અહીં આખા વર્ષ દરમિયાન ઘણાં શ્રદ્ધાળુઓ અહિંયા આવતાં હોય છે.
About Writer
શ્રુતિ અગ્રવાલ