મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હરે રામા - હરે કૃષ્ણા
શ્રુતિ અગ્રવાલ

W.DW.D
હરે રામા-હરે કૃષ્ણા, હરે રામા-હરે કૃષ્ણા... કૃષ્ણધુનમાં ડૂબેલા ભક્ત અને બધી બાજુ કૃષ્ણ નામના અનુપમ શબ્દો... ગળામાં તુલસીની માળા નાખી એમના પ્રભુમાં લીન થઇને નાચતા-ગાતા અનુયાયી.. આ અદ્ભુત વાતાવરણ હોય છે ઇંટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણાકોંશસનેસ એટલે કે ઇસ્કોન મંદિરનો.


ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો...


કૃષ્ણા ભક્તિમાં લીન આ આંતર્રાષ્ટ્રીય સોસાયટીની સ્થાપના શ્રીકૃષ્ણાકૃપાશ્રીમૂર્તી શ્રીલ અભયચરણારવિન્દ ભક્તિવંદાત સ્વામી પ્રભુપાદજી એ કરી હતી. કલકત્તાના ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામીને મળ્યા બાદ યુવાન પ્રભુપાદજી કૃષ્ણ ભકિતમાં લીન થઇ ગયા. ગુરૂએ તેમના શિષ્યને કહ્યુ કે તમે યુવાન છો, તેજસ્વી છો.. તમારે આપણા ધર્મના પવિત્ર સંસ્કારોંનો વિદેશમાં પ્રચાર-પ્રસાર કરવો જોઇએ.

ગુરૂના આદેશનું પાલન કરવા માટે સ્વામી પ્રભુપાદ મહારાજે 59 વર્ષની ઉંમરમાં સન્યાસ લઇ લીધો અને ગુરૂની આજ્ઞા પુરી કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમના સતત પ્રયત્ન પછી એમની ઉંમરમાં 70 વર્ષે પહોંચેલા પ્રભુપાદ મહારાજે કૃષ્ણભવનામૃત સંઘની સ્થાપના ન્યૂયોર્કમાં કરી. ન્યૂયોર્કથી શરૂ થયેલી કૃષ્ણ ભક્તિની નિર્મળ ધારા તુરંત જ વિશ્વના ખુણા-ખુણામાં વહેતી થઇ જશે. ઘણા દેશો તો હરે રામા - હરે કૃષ્ણાની પાવન ભક્તિમાં લીન પણ થવા લાગ્યા છે.

આખી દુનિયામાં આટલા બધા વધારે અનુયાયી હોવાનું કારણ અહીં મળતી પરમ શાંતી છે. આ શાંતીની શોધમાં પૂર્વની ગીતા પશ્વિમોંના લોકોંના માથે ચઢીંને બોલે છે. અહીંના ભક્તોને ચાર સરળ નિયમોંનું પાલન કરવાનું હોય છે.
W.DW.D



# તેઓએ તામસિક ભોજનનો ત્યાગ કરવાનો રહેશે ( તામસિક ભોજનમાં તેણે ડુંગળી, લસણ, માંસ, દારૂ વગેરે... થી દૂર રહેવાનું રહેશે)

# અનૈતિક આચરણ થી દૂર રહેવાનુ (તે મુજબ જુગાર, પબ-ડિસ્કો, વેશ્યાવાડ જેવી જગ્યાઓ પર જાવવાની મનાઇ છે)

# એક કલાક શાસ્ત્રાધ્યયન ( એમાં ગીતા અને ભારતીય ધર્મ-ઇતિહાસથી જોડાયેલા શાસ્ત્રોંનું અધ્યયન કરવાનું હોય છે)

# હરે કૃષ્ણા - હરે કૃષ્ણાના નામની 16 વાર માળા કરવાની હોય છે.

આ સાધારણ નિયમો અને દરેક જાતિના પ્રતિ સમભાવથી ચાલતા આ મંદિરના અનુયાઇયોંની સંખ્યા સતત વધતી જાય છે. દરેક તે વ્યક્તિ જો કૃષ્ણમાં લીન થવાનું ઇચ્છે છે. તેઓનું આ મંદિર સ્વાગત કરે છે. સ્વામી પ્રભુપાદજીના અથાર્ગ્ર પ્રયત્નોના કારણે ફકત દસ વર્ષમાં આખા વિશ્વમાં કુલ 108 મંદિરોનું નિર્માણ થઇ ચુંક્યું છે. આ સમય ઇસ્કોન ગ્રુપના લગભગ 400થી વધારે મંદિરોની સ્થાપના થઇ ચુકી છે.

ધર્મ યાત્રાની સફરમાં આ વખતે તમને પરિચય થવાનો છે ભગવાન કૃષ્ણની શિક્ષાસ્થળી ઉજ્જૈનમાં બનેલા ઇસ્કોન મંદિરથી. સન 2006માં સફેદ સંગમરમરથી બનેલુ મંદિર ઘણુ ભવ્ય છે. રાધા-કૃષ્ણની ખૂબજ સુંદર મૂર્તી છે. આ મંદિરની રૂપરેખાના જનક ગુરૂની મનોહારી મૂર્તી છે. દરેક ઇસ્કોન મંદિરની જેમ અહીં પણ તુલસીનો બગીચો છે. જેમાં તુલસીની માળા બનાવવામાં આવે છે. મંદિરની ખૂદ વિશાલ ધર્મશાળા છે.

W.DW.D
અહીંનો નિયમ એવો છે કે અહીંના સભ્યો રૂ. 10 હજાર જમા કરાવ્યા બાદ વિશ્વ ભરના કોઇ પણ મંદિરમાં વર્ષમાં એક વાર બે દિવસ માટે રોકાઇ શકે છે. આ દરમિયાન અનુયાઇયોંને સાત્વિક ભોજન પિરસવામાં આવે છે. આ તમામ મંદિરની ખાસિયત એ છે કે એની બનાવટ થી લઇને અંદરની સંરચના સુધી તમામને એક રાખવામાં આવે છે. તમે દુનિયાના કોઇ પણ ઇસ્કોન મંદિરમાં જાવ તમને અહીં ખૂબજ આપણાપણુ લાગશે. આજ ખાસિયતના કારણે ઇસ્કોનના પ્રતિ દેશ-દુનિયાના લોકોમાં ખૂબજ શ્રદ્ધા છે.
ફોટોગેલેરી
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો....
ઘણું બધુ
નાગચંદ્રેશ્ર્વર મંદિર વર્ષમાં એક વાર ખુલે છે !
ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર
ઓમકારેશ્વર બાબાની શાહી સવારી....
અમંગળને મંગળ કરે - મંગળનાથ
ભૂતભાવન-મનભાવન મહાકાળ