મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મુંબઇના સિદ્ધી વિનાયકના દર્શન કરો
रिद्धी-सिद्घी के दाता सिद्धी विनायक
વેબ દુનિયા
W.DW.D
रिद्धी-सिद्घी के दाता सिद्धी विनायक
मनोकामना पूर्ण करने वाला मंदिर

वक्रतुंड महाकाय, सूर्य कोटी समःप्रभः
निर्विध्नम कुरूमे देवः, सर्व कारेषु सर्वदा

પ્રથમ પૂજ્ય ગણનાયક ગણેશજીનો ઉત્સવ આખા દેશમાં ખૂબજ ધામધૂમથી ઉજવામાં આવી રહ્યો છે. દરેક ઘરના મંદિરમાં, ભક્તોંના હદ્ધયમાં ગણનાયક એમના નિરાળા સ્વરૂપમાં વિરાજમાન છે... કાંઇક એવુંજ ગજાનનનો અનોખુ સ્વરૂપ મુંબઇના સિદ્ધી વિનાયક મંદિરમાં વિરાજમાન છે.
જી હા, અમારી નવી પ્રસ્તુતી ધર્મયાત્રામાં આ વખતે અમે તમને દર્શન કરાવીએ છીએ રિદ્ધી-સિદ્ધીના દાતા સિદ્ધીવિનાયક મંદિરના. આ મંદિરની મહિમાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. આ મંદિરને સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળા સિદ્ધ મંદિર માનવામાં આવે છે.

ફોટો ગેલરી જોવા માટે અહીં ક્લિક કરો.....

સિદ્ધી વિનાયક મંદિરમાં ગણેશ પ્રતિમાનું રૂપ ખૂબજ નિરાળું છે. મંદિરમાં ગણેશજીની પ્રતિમા શ્યામ વર્ણના પાષાણ ઉપર ઉપસાવવામાં આવી છે. વિનાયકનું આ શ્યામ રૂપ ખૂબજ મનમોહક છે. આની સાથેજ શિવપુત્રની ડોકમાં ભુજંગ(સાપ) વિટંળાયેલો છે. આ સાથે ગજાનનના કપાળ પર ત્રિંનેત્રની જેમ એક નિશાન અંકિત છે. જે એમના શિવરૂપને દેખાડે છે. ગણપતિનું આ શિવરૂપ ખૂબજ વિલક્ષણ છે. પરંતુ મૂર્તિ પર રોજ નારંગી રંગની ચૂંદડી ચડાવવામાં આવે છે જેના કારણે પ્રતિમા શ્યામના બદલે ભગવા રંગની પ્રતીત થાય છે.
W.DW.D


મૂર્તિની એક વિશેષતા એ પણ છે કે અહીં ગણપતિ બાપા લડ્ડૂની જગ્યાએ મોદક પકડી રાખયું છે. ગણપતિની મૂર્તિની બંને બાજુએ રિદ્ધી-સિદ્ધી માતાની મૂર્તિ છે. રિદ્ધી-સિદ્ધીને ધન અને વિદ્યાની દેવીઓ માનવામાં આવે છે. ગણેશજીની સાથે રિદ્ધી-સિદ્ધીની મૂર્તિઓ અહીં વિરાજમાન હોવાથી જ આ મંદિરને સિદ્ધીવિનાયક મંદિર કહેવામાં આવે છે.

W.DW.D
મૂર્તિમાં ગજાનનની સૂંડ સીધા હાથની બાજુ વળેલી છે, આમ જોઇએતો વિનાયકની મૂર્તિમાં સૂંડને ઊંધા હાથની તરફ વાળવામાં આવે છે. આ રીતે વિઘ્નહર્તાની આ મૂર્તિ એમની રીતેજ ખૂબજ અનોખી છે. આ મંદિરનું નિર્માણ 19મી નવેમ્બર સન 1801માં ગુરૂવારના દિવસે થયું હતુ. કાળાંતરમાં આ મંદિર ધણું તુટી-ફૂટી ગયું હતુ. આ મંદિર ઘણા વ્યસ્ત રસ્તા પર આવેલું છે. મંદિરનું તળયું અને રોડનું સ્તર એકસરખુ હોવાથી જુના મંદિરમાં ધૂળ-ગંદગી બહોત થઇ જતી હતી.
1 | 2  >>  
ફોટોગેલેરી
ફોટો ગેલરી જોવા માટે અહીં ક્લિક કરો.....
ઘણું બધુ
ગણપતિ બાપા મોરિયા રે
હરે રામા - હરે કૃષ્ણા
ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર