દરગાહ અજમેર શરીફ.... એક એવું પવિત્ર પ્રતિષ્ઠિત નામ છે, જેને સાંભળીને જ એક આત્મીય આનંદ મળે છે... હમણાં રમજાન મહિનો ચાલી રહ્યો છે.... આ માહ-એ-મુબારકમાં દરેક સચાઇ પર 70 ગણુ પુણ્ય મળે છે. રમજાનુલ મુબારકમાં અજમેર શરીફમાં હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહમતુલ્લા અલૈહની મજારની જિયારત કરી દરૂર-ઓ-ફાતેહા પઢવાની દરેક ખ્વાજાના ચાહકોની હોય છે, પણ રમજાનની મસરુફિયત અને કેટલાંક અન્ય કારણોથી બધાને માટે આ મહિનામાં અજમેર શરીફ જવું શક્ય નથી. આવા બધા લોકોને માટે ધર્મયાત્રામાં અમારી આ પ્રસ્તુતિ ખાસ ભેટ છે.
દરગાહ અજમેર શરીફનું ભારતમાં બહું મહત્વ છે. ખાસ વાત એ પણ છે કે ખ્વાજા (માલિક) પર દરેક ધર્મના લોકોને વિશ્વાસ હોય છે. અહીં આવવાવાળા જાયરીન (શ્રદ્ધાળુઓ) ભલે તે કોઈ પણ જાતિનો કેમ ન હોય, માલિકના દરવાજે હાજરી આપ્યા પછી તેના મનમાં એક વિશ્વાસ જ બાકી રહે છે. દરગાહ અજમેર.કોમ ચલાવવાવાળા હમીદ સાહેબ કહે છે કે ગરીબ નવાજનું આકર્ષણ જ કંઈક એવું છે કે દરેક લોકો અહીં ખેંચાઈને ચાલ્યા આવે છે. અહીં આવીને લોકોને મનની શાંતિ મળે છે.
ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો...
ભારતમાં ઈસ્લામ ધર્મ સાથે જ સૂફી ધર્મની શરૂઆત થઈ હતી. સૂફી સંત એક ઈશ્વરવાદ પર વિશ્વાસ રાખતા હતા.... તે બધા ધાર્મિક આડંબરો થી ઉપર અલ્લાહને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેતાં હતા. તે ધાર્મિક સહિષ્ણુતા, ઉદારવાદ, માનવપ્રેમ અને ભાઈચારા પર જોર આપતાં હતા. તેમાંથી જ એક હતા હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહમતુલ્લા અલૈહ. ખ્વાજા સાહેબનો જન્મ ઈરાનમાં થયો હતો. પોતાના જીવનના કેટલાંક પડાવ અહીં વિતાવ્યા પછી તે હિન્દુસ્તાન આવી ગયા.
ખ્વાજા સાહેબ શિદ્દતથી અલ્લાહના ઈશ્કમાં તેમની ઈબાદત કરતાં હતા. અને લોકોના સુખ-દુઃખની દુઆ કરતાં હતા. માનવ સેવા જ ખ્વાજા સાહેબનો પરમ ધર્મ હતો. એક વાર બાદશાહ અકબરને તેમની દરગાહ પર પુત્ર રત્નની પ્રાપ્તિને માટે જિયારત(યાત્રા) કરીને દુઆ કરી હતી.ખ્વાજા સાહેબની દુઆથી બાદશાહ અકબરને પુત્રની પ્રાપ્તિ થઈ. ખુશીની આ ક્ષણે ખ્વાજા સાહેબનો આભાર માનવા અકબર બાદશાહે આમેર થી અજમેર શરીફ સુધી પગપાળા ખ્વાજાના દરવાજે હાજરી આપી હતી.
|