તારાગઢ પહાડીની તલછટી(કાઁટેડા)માં સ્થિત દરગાહ શરીફ વાસ્તુકલાની દ્રષ્ટિએ બેજોડ છે... અહીં ઈરાની અને હિન્દુસ્તાની વાસ્તુકલાનો સુંદર સંગમ જોવા મળે છે. દરગાહનો પ્રવેશ દ્રાર અને ગુંબદ એકદમ સુંદર છે. તેનો કેટલોક ભાગ અકબરે તો કેટલોક જહાઁગીરે પૂરો કરાવ્યો છે. એવું માનવામાં આવે છે કે દરગાહને પાકી કરવાનું કામ માંડૂના સુલ્તાન ગ્યાસુદ્દીન ખિલજીએ કરાવ્યું હતુ. દરગાહની અંદર એક અતિસુંદર નક્કશી કરેલો ચાઁદીનો કોઠાર છે. આ કોઠારની અંદર ખ્વાજા સાહેબની દરગાહ છે. આ કોઠાર જયપુરના મહારાજા રાજા જયસિંહે બનાવ્યો હતો. દરગાહમાં એક સુંદર મહેફિલખાનું પણ છે. જ્યાં કવ્વાલીઓ ખ્વાજાની શાનમાં કવ્વાલી ગાય છે. દરગાહની આજુબાજુ કેટલીય ઐતિહાસિક ઈમારતો આવેલી છે.
ધાર્મિક સદ્દભાવની મિસાલ - ધર્મના નામ પર નફરત ફેલાવવાવાળા લોકોએ ગરીબ નવાજની દરગાહ પરથી સબક લેવો જોઈએ...ખ્વાજાના દરવાજા પર હિન્દૂ હોય કે મુસ્લિમ કે કોઈ અન્ય ધર્મને માનવાવાળા, બધા જિયારત કરવાં આવે છે. અહીંનો મુખ્ય તહેવાર ઉર્સ કહેવાય છે. જે ઈસ્લામ કેલેંડરના રજબ મહિનાની પહેલી થી છઠી તારીખ સુધી મનાવવામાં આવે છે. ઉર્સની શરૂઆત બાબાની મજાર પર હિન્દૂ પરિવાર દ્રારા ચાદર ચઢાવ્યાં પછી જ થાય છે.
દેગડીનો ઈતિહાસ - દરગાહના આંગણામાં બે મોટી દેગડીઓ રાખવામાં આવી છે... આ દેગડીઓ બાદશાહ અકબર અને જહાઁગીરને ચઢાવવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી આ દેગડીઓમાં કાજૂ, બદામ, ઈલાયચી, કેસરની સાથે ચોખા રાંધવામાં આવે છે. અને ગરીબોને ખવડાવવામાં આવે છે.
કેવી રીતે જશો - દરગાહ અજમેર શરીફ રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલું છે. આ શહેર રોડ, રેલ, વાયુ(એર) પરિવહન દ્રારા બાકીના દેશ સાથે જોડાયેલું છે. જો તમે વિદેશમાં રહેતાં હોય અથવા તો અહીંની દરગાહ સાથે જોડાયેલી વધુ કોઇ માહિતિ આપને જોઈતી હોય તો દરગાહ અજમેર.કૉમ કે રાજસ્થાન પર્યટન વિભાગ સાથે સંપર્ક કરી શકો છો.
|