મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અંબાજીમાં માતા અંબાનું ભવ્ય મંદિર
ભારતની 51 શક્તિપીઠોમાં મુખ્ય શક્તિપીઠ અંબાજી છે
અક્ષેશ સાવલિયા
W.DW.D

'યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ'
નિરાકાર બ્રહ્મથી સૃષ્ટિ ઉપર સાકાર સ્વરૂપે અવતાર ધારણ કરી ચૂકેલા અવતારોએ પણ ભગવતી પરામ્બાની સાકાર સ્વરૂપમાં સ્તુતિ, પૂજા વગેરે કરેલ છે. વિષ્ણુના અવતારમાં પણ વિષ્ણુએ પૃથ્વી પર રહીને ભગવતી પરામ્બાની સ્તુતુ અને ઉપાસના કરી છે. વિશ્વજનની માં અંબા અંબાજીમાં બિરાજે છે. જેના દર્શન માત્રથી વિશાળ વિશ્વ માતૃત્વનો ભાવ સિદ્ધ થાય છે.

ભારતમાં 51 શક્તિપીઠોમાં 12 શક્તિપીઠો મુખ્ય છે. ઉજ્જૈનમાં ભગવતી મહાકાલી, મહાશક્તિ, કન્યાકુમારીમાં માતા કામાક્ષી કાંચીપૂરમ, બ્રહ્મારંભા મલયગીરી, કુમારિકા, ગુજરાતના ઉત્તરમાં આરાસુરવાળી માઁ અંબા અને પૂર્વમાં પાવાગઢવાળી મહાકાળી માઁ, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી, પ્રયાગમાં દેવી લલિતા, વારાણસીમાં વિદ્યાવ્યાસીની વિંધ્યમાં વિશાલક્ષી, ગયામાં મંગલા દેવી. ભારતમાં 51 શક્તિપીઠ બનવા પાછળ એક પ્રાચિન કથા છૂપાયેલી છે. રાજા દક્ષે યજ્ઞ કર્યો અને તેમાં શંકરને આમંત્રણ ન આપ્યું. છતાં સતી પોતાના પિતાને ત્યાં આમંત્રણ વગર ગયાં ત્યાં શંકરનું સ્થાપન નહીં જોતા સતીને ક્રોધ થયોને પોતે યજ્ઞ કૂંડમાં પડયા. આ સમયે સતીની સાથે આવેલા શંકરના ગણોમાં વીરભદ્રે દક્ષનું મસ્તક કાપીને યજ્ઞ કૂંડમાં નાંખ્યું અને ત્રિલોકનો નાશ કરવા તૈયાર થયો. જેથી બ્રહ્માદી દેવો શંકરના શરણે ગયા અને ભગવાન શંકર પછી દક્ષને ત્યાં આવ્યા. દક્ષનું મસ્તક તો કૂંડમાં પડી ગયું હતું, પરંતુ બકરાનું મસ્તક સાંધીને દક્ષને સજીવન કર્યા. દક્ષે ભગવાન શંકરની માફી માંગી. આ પછી કૂંડમાં પડેલા સતીના શબને ખમ્બા પર નાખીને ચિતે ભમવા લાગ્યા. તે સમયે બ્રહ્માદી દેવોને ચિંતા થઇ અને વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના શબને પાછળથી કાપવા લાગ્યા. આ સતીના શબના ટૂકડા જ્યાં જ્યાં પડયા ત્યાં ત્યાં શંકર ભગવાન દેવી શક્તિ સાથે મૂર્તિ દ્વારા પ્રસન્ન થયા. જેમાં સતીનો હાડનો ભાગ ગુજરાતની ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લાની અરવલ્લી પર્વતમાળાની અર્બુદાગિરીની બાજુના ડુંગર પર પડયો હોવાથી માતાના નામ પરથી આ ગામનું નામ અંબાજી પડયું હતું અને ત્યાં માઁ અંબા આજે પણ બિરાજમાન છે. શક્તિપીઠોમાં ગુજરાતના અંબાજીના અંબામાં ખૂબજ પ્રસિદ્ધ છે.
W.DW.D

અમદાવાદથી લગભગ 100 કિ.મી. ના અંતરે આવેલુ આ પવિત્ર ધામ ગુજરાત સહિત દુનિયાભરના શ્રધ્ધાળુઓ માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કળયુગમાં દેવીના અને ગણપતિના ઉપાસકો વધુ હશે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો.....

લોકવાયકા એવી પણ છે કે પહેલાં અંબાજીનું મૂળસ્થાન ખેડબ્રહ્મા હતુ. દાંતાના રાજાની ભક્તિભાવથી પ્રસન્ન થઈને માતાએ તેમના રાજ્યમાં વસવાનું વચન આપ્યુ, પણ એ શરતે કે રસ્તામાં તે જ્યાં પાછુ વળશે માતાજી ત્યાંજ રોકાઈ જશે. આગળ રાજા ચાલી રહ્યાં હતાં અને પાછળ માતાજીની સવારી આવતી હતી. રસ્તામાં ગાઢ જંગલ આવતાં રાજાને માઁ અંબાના વચન પર શંકા થઈ આથી તેમણે પાછળ વળીને જોયું, પરિણામે શરત પ્રમાણે માતાજી ત્યાં જ સ્થાયી થઈ ગયા.
Mr. Akshesh SavaliyaW.D

આજે ત્યાં માતાજીના પ્રાચીન મંદિરની જગ્યાએ આરસપહાણના પથ્થરથી ભવ્ય મહેલ બંધાયો છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં સાતેય દિવસ માતાજી અલગ અલગ સવારી પર બિરાજતાં જોવા મળે છે. રવિવારે વાધની સવારી, સોમવારે નંદી, મંગળવારે સિંહની, બુધવારે ઐરાવત હાથીની, ગુરૂવારે ગરુડની, શુક્રવારે હંસની અને શનિવારે હાથીની સવારી હોય છે. અહીં ગર્ભગૃહમાં માતાજીને જ્યારે વિવિધ શણગારોથી સજાવવામાં આવે છે ત્યારે તે અત્યંત સોહામણી લાગે છે. અહીં કોઈ પણ પ્રકારના ધાતુની પ્રતિમા નથી પણ એક ગોખ છે જ્યાં સોનાથી મઢાયેલુ વીસાયંત્ર મુકવામાં આવેલું છે. આ વીસાયંત્રને માતાજીના વસ્ત્રાલંકારો વડે એવી રીતે સજાવવામાં આવે છે કે દર્શનાર્થીઓને માઁ અંબા પોતાના વાહન પર આરૂઢ હોય તેવો આભાસ થાય છે. આ વીસાયંત્રની પૂજાં દાંતા નરેશના વંશનો પૂજારી જ કરે છે, અને તે પણ આંખે પટ્ટી બાંધીને. કહેવાય છે કે આ વીસાયંત્રને આજ સુધી કોઈ જોઈ શક્યું નથી અને ના તો તેનો ફોટો પાડવાની પરવાનગી આપે છે.
વિડીયો જુઓ
1 | 2  >>  
ફોટોગેલેરી
ફોટોગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો...
ઘણું બધુ
ગણપતિ બાપા મોરિયા રે
હરે રામા - હરે કૃષ્ણા
ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર  
ભૂતભાવન-મનભાવન મહાકાળ