પર્વતની ટોચ પર આવેલા આ મંદિરમાં શ્રદ્ધાળુઓના જયનાદથી, સમગ્ર વાતાવરણ ખૂબજ આદ્યાત્મિક થઈ જાય છે. આ મંદિરમાં પહોંચવા માટે સીડી અને રસ્તાની એમ બન્ને વ્યવસ્થા છે. પરંતુ મોટાભાગના શ્રદ્ધાળુઓ આ મંદિર પર જવા માટે સૌથી અઘરો અને મુશ્કેલીભર્યો સીડીનોજ રસ્તો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. ત્યાં બીજી બાજુ કેટલાક શ્રદ્ધાળુ હળદર દ્વારા સીડીઓને સજાવતા-સજાવતા પણ દાદરાં ચઢે છે, જેને 'મેતલા પૂજા' (સીડીયોનું પૂજન) કહે છે.
વિજયવાડામાં આવેલ 'ઈન્દ્રકીલાદ્રી' નામના આ પર્વત પર રહેતી માતા કનક દુર્ગેશ્વરીંનું મંદિર, આંધ્રપ્રદેશના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ એક એવું સ્થાન છે, જ્યાં એક વાર આવીએ એટલે એમનું સંસ્મરણ આખી જીંદગી નથી ભૂલી શકાતું. આખા વર્ષ દરમિયાન આ મંદિરમાં માઁની કૃપા મેળવવા શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી રહે છે. પરંતુ નવરાત્રિમાં તો આ મંદિરની રોનક જ નિરાળી હોય છે. શ્રદ્ધાળુઓ અહીંયા વિશેષ પ્રકારની પૂજાનું આયોજન કરે છે.
ફોટોગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો.....
ઈદ્રકીલાદ્રી પર્વત પર બનેલું અને કૃષ્ણા નદીના કિનારે આવેલું કનક દુર્ગામાઁનું આ મંદિર અત્યંત પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં સ્થપાયેલી કનક દુર્ગા માઁની મૂર્તી 'સ્વયંભૂ' (સાક્ષાત પ્રગટ)છે.
એવી માન્યતા છે કે આ સ્થાન પર અર્જુનને ભગવાન શિવની કઠોર તપસ્યાના ફળસ્વરૂપ પાશુપથ અસ્ત્રની પ્રાપ્તિ થઈ હતી. આ મંદિરને અર્જુને માઁ દુર્ગાના સન્માનમાં બનાવ્યું હતુ. એવી પણ માનતા છે કે આદિદેવ શંકરાચાર્યએ પણ અહીં ભ્રમણ કર્યુ હતુ. અને પોતાનું શ્રીચક્ર સ્થાપિત કરીને માતાની વૈદિક પધ્ધતિથી પૂજા-અર્ચના કરી હતી.
આ મંદિરમાં જોડાયેલી એક પૌરાણિક કથા છે કે એક વાર રાક્ષસોએ પોતાના બળ પ્રયોગ દ્વારા પૃથ્વી પર આતંક મચાવ્યો હતો. ત્યારે અલગ-અલગ રાક્ષસોને મારવા માટે માતા પાર્વતીએ અલગ-અલગ રૂપ ધારણ કર્યુ હતુ. તેમણે શુભ અને અશુભને મારવા માટે કૌશિકી,તેમજ મહિસાસુરના વધ માટે મહિસાસુરમર્દિની અને દુર્ગમસુરને માટે દુર્ગા જેવા રૂપ ધારણ કર્યા હતા. કનક દુર્ગાએ પોતાના એક શ્રદ્ધાળુ 'કીલાણુ'ને પર્વત બનીને સ્થાપિત થવાનો આદેશ આપ્યો, જેના ઉપર તે નિવાસ કરી શકે.
|