મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિજયવાડાના માતા કનક દુર્ગાની જય
જય કનક દુર્ગા... જય કનક દુર્ગા...

ત્યારબાદ કિલાદ્રીની સ્થાપના દુર્ગામાઁના નિવાસ સ્થાનના રૂપમાં થઈ ગઈ. ત્યારપછી મહિસાસુરનો વધ કરીને ઈદ્રકીલાદ્રી પર્વત પર માઁ આઠ હાથોમાં અસ્ત્ર ધારણ કરી વાઘ પર સવાર થઈને સ્થાપિત થઈ. બ્રહ્માએ અહીં શિવની મલેલું (ચમેલી)ના ફૂલોથી આરાધના કરી હતી, તેથી અહી સ્થાપિત શિવનું એક નામ મલ્લેશ્વર સ્વામી પડી ગયુ.

કહેવાય છે કે અહીંયા ઈદ્રદેવ પણ ભ્રમણ કરવા આવતા હતા, તેથી આ પર્વતનું નામ ઈદ્રકીલાદ્રી પડી ગયુ. અહીંની બીજી ખાસ વાત એ છે કે સામાન્ય રીતે દેવતાના ડાબી બાજુ દેવીઓની સ્થાપના કરવાની પરંપરાને તોડીને અહીં મલ્લેશ્વર દેવની જમણી બાજુ માતાની સ્થાપના કરી છે. જેના દ્વારા એ જાણ થાય છે કે આ પર્વત પર શક્તિનું મહત્વ વધુ છે.

અહીં દેવી કનકદુર્ગાને વિશેષ રૂપથી બાલત્રિપુરા સુંદરી, ગાયત્રી, અન્નપૂર્ણા, મહાલક્ષ્મી, સરસ્વતી, દુર્ગા દેવી, મહિસાસુર મર્દિની અને રાજ રાજેશ્વરી દેવીના રૂપમાં નવરાત્રિમાં સજાવવામાં આવે છે. વિજયાદશમીના અવસર પર દેવીઓને હંસના આકારની હોડી પર સ્થાપિત કરીને કૃષ્ણા નદીનું ભ્રમણ કરાવવામાં આવે છે, જે 'થેપ્પોત્સવમ' ના નામથી પ્રચલિત છે. નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રિના સમાપન સમયે અને દશેરાના દિવસે આયુધ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

અહીં આવનારા તીર્થયાત્રીયોની સંખ્યા દિવસોદિવસ વધી રહી છે. જેના કારણે અહીંયા વર્ષનો ચાલીસ કરોડથી પણ વધુ ચઢાવો ચઢાવવામાં આવે છે. સાત શિવલીલા અને શક્તિ મહિમાઓમાં પણ આ મંદિરનું વિશેષ સ્થાન છે.

કેવી રીતે પહોંચશો ?

વિજયવાડાના કેન્દ્રમાં સ્થાપિત આ મંદિર રેલ્વે સ્ટેશનથી દસ કિલોમીટર દૂર છે. વિજયવાડા હૈદરાબાદથી 275 કિલોમીટર દૂર છે. આ સ્થાન રેલ, રસ્તો અને હવાઈ એમ ત્રણેય માર્ગોથી દેશના બધા ભાગો સાથે જોડાયેલો છે.
વિડીયો જુઓ
<< 1 | 2 
ફોટોગેલેરી
ફોટોગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો.....
ઘણું બધુ
કોલ્લૂર મુકામ્બિકા દેવી નું મંદિર
અંબાજીમાં માતા અંબાનું ભવ્ય મંદિર  
ગણપતિ બાપા મોરિયા રે
હરે રામા - હરે કૃષ્ણા
ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર  
ભૂતભાવન-મનભાવન મહાકાળ