અરવિંદ શુક્લા, લખનઉ હનુમાનજીના ભક્તો માટે દુનિયાનું પહેલુ અને અનોખું દુર્લભ સંગ્રહાલય લખનઉમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. રામભક્તને સંબંધિત વસ્તુઓનું અનોખું સંગ્રહ માટે આનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યુ છે. આ અનોખું કામ કરી બતાવ્યું છે હનુમાન ભક્ત સુનીલ ગોમ્બરેએ. સુનીલ ગોમ્બરે આ સંગ્રહાલયને માટે દેશ-વિદેશના છેલ્લા કેટલાય વર્ષોથી હનુમાનજી સાથે જોડાયેલી અનેક વસ્તુઓનો સંગ્રહ કર્યો છે. ઈંદિરાનગરમાં આવેલા પોતાના નિવાસ બજરંગ નિકુંજના પહેલા માળે સુનીલ ગોમ્બરે એક મોટા હોલમાં આ સંગ્રહાલયમાં હનુમાનજી સાથે સંબંધિત દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સંગ્રહાલયમાં પ્રભુ શ્રીરામના 48 ચિન્હો દ્વારા અંકિત ચરણ પાદુકાઓના પણ દર્શન કરવા મળશે. આ પાદુકાને ચાંદીમાં ઝડીને કારીગરી દ્વારા તૈયાર કરાવવામાં આવી છે. ભગવાન રામ દ્વારા ઉચ્ચારાયેલા હનુમાનજીના 1000 જુદાં જુદાં નામ પણ અહીં વાંચવા મળી જશે. આ હનુમાનમાં સહસ્ત્રનામ સ્તોત્રથી લેવામાં આવ્યા છે. અને આ નામને સંસ્કૃતમાંથી હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યા છે.
ફોટો ગેલેરી જોવા અહીં ક્લિંક કરો
સુનીલ ગોમ્બરે 17મી શતાબ્દીથી અત્યાર સુધી મળેલા હનુમાનજીના 600 દુર્લભ ચિત્રોનો સંગ્રહ કર્યો છે. જેને આલબમનું રૂપ આપવામાં આવ્યું છે. આ સંગ્રહાલયમાં હનુમાનજીના અત્યંત દુર્લભ રૂપોની મૂર્તિયો તો બસ સૌનું મન મોહી લે છે. સંગ્રહાલયની દીવાલમાં સકટમોચન દિવ્ય લોકની સ્થાપના કરવામાં આવી છે. આ દિવ્યલોકમાં હનુમાન પરિવારની દિવ્ય ઝાંખીને બતાવવામાં આવી છે. હનુમાનજી સંકટ સુમન તરીકે ઓળખાય છે. તેથી ઝાંખી સૌ પહેલા શંકરજી પછી તેમના સ્વામી શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી બાદમાં તેમના પિતા કેસરીજી અને માતા અંજનાજી તેમના ગુરૂ સૂર્યદેવ, પવનદેવ જેમના તે માનેલા પુત્ર કહેવાય છે વગેરેને એક જ સ્થાન પર બેસાડવામાં આવ્યા છે. મિત્ર મંડળીના સુગ્રીવ, અંગદ, નલ, નીલ અને તેમના સલાહકાર જામવંત પણ બિરાજમાન છે. એમના કૃપાપાત્ર ગોસ્વામી તુલસીદાસજી પણ આ દિવ્યલોકમાં શોભાયમાન છે.
|