પ્રકાશ પર્વના શુભ પ્રસંગે વેબદુનિયા પરિવાર પોતાના બધા પાઠકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષાંભિનંદન પાઠવે છે. આ પ્રસંગે અમે તમારે માટે લાવ્યા છે અમૃતસરનું સુવર્ણ મંદિર. અમૃતસર... એક શહેરનું નામ, જેની ઓળખાણ છે ત્યાંના સુવર્ણ મંદિરથી. સોનેરી તેજ ધરાવતા આ મંદિરને શિખોનું સૌથી પવિત્ર ગુરૂદ્વારાનો દર્જો આપેલો છે. કહેવાય છે કે 16મી સદીમાં શિખોના ચોથા ગુરૂ રામદાસે એક તળાવના કિનારે ધામો નાખ્યો, જેના પાણીમાં અદ્ભૂત શક્તિ હતી. આ જ કારણે આ શહેરનું નામ અમૃત + સર (અમૃતનું સરોવર) પડ્યુ. ફોટોગેલેરી જોવા અહીં ક્લિક કરો ગુરૂ રામદાસે તળાવની વચ્ચે એક મંદિરનું નિર્માણ કરાવ્યું, જે આજે સુવર્ણ મંદિરના નામે પ્રખ્યાત છે. આ શહેરમાં એપ્રિલમાં બૈસાખીનો તહેવાર ઘૂમઘામથી ઉજવાય છે. આ દિવસે ગુરૂ ગોવિંદસિંહે શિખોને યોધ્ધા જાતિમાં પરિવર્તિત કરતા ખાલસા પંથની સ્થાપના કરી હતી. શિખ સંપ્રદાયને માનવાવાળા દરેક વ્યક્તિ ભલે તે દુનિયાના કોઈ પણ ખુણે કેમ ન રહેતો હોય, પોતાની જીંદગીમાં એક વાર દરબાર સાહેબના દરવાજે માથું ટેકવાની ઈચ્છા જરૂર રાખે છે. એતિહાસિક દસ્તાવેજોના મુજબ શિખોના ચોથા ગુરૂ રામદાસ સાહેબના મનમાં આ વિચાર આવ્યો હતો કે અરદાસને માટે એક એવો ગુરૂદ્વારા બનાવવામાં આવે, જેની સ્થિતિ શહેરના કેન્દ્રમાં હોય અને જ્યાં સુધી દરેક વ્યક્તિ સરળતાથી પહોંચી શકે. તેમના આ સપનાને હકીકતમાં ફેરવવાનું કામ કર્યુ પાઁચમાં ગુરૂ શ્રી અર્જુન સાહેબે. તેમના સપનાને સાર્થક કરવામાં બાબા બુડ્ઢાજીએ તેમની મદદ કરી. સુવર્ણ મંદિર ધાર્મિક સૌહાર્દની પણ જીવતી-જાગતી મિસાલ છે. આ મંદિરનો પાયો મુસ્લિમ સંત હજરત મિયાઁ મીરે ખોદયો હતો. મંદિરના ચાર દરવાજા પણ અહીંની એકતા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવની ભાવનાને જ પ્રગટ કરે છે.
|