શ્રી કૃષ્ણની લીલાને એક સામાન્ય માણસ નથી સમજી શકતો. કદી તે દુ:ખહર્તા રૂપે દેખાય છે તો ક્યાંક ગુરૂ, મિત્ર અને ક્યાંક રણછોડરાય. જી, હા વેબદુનિયા ધર્મયાત્રાની ખાસ પ્રસ્તુતિમાં અમે તમને દર્શન કરાવી રહ્યા છે આપણા ગુજરાતના ડાકોર મંદિરના ભગવાન શ્રી રણછોડરાઇજીના. યાત્રાધામ ડાકોરમાં તા.24મી નવેમ્બર, શનિવારના રોજ દેવદિવાળી પર્વ પ્રસંગે ધાર્મિક લોકમેળો યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો તથા સત્સંગીઓ, શ્રઘ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાકોરમાં સવારે પાંચ વાગે શ્રી રણછોડરાય ભગવાનનું મંદિર ખુલયું હતું. સવા પાંચ વાગે મંગળાઆરતી થઇ. ૭-૩૦ વાગ્યા સુધી મંદિરમાં દર્શન ખુલ્લા રહ્યા. ત્યારબાદ ૭-૩૦ થી ૮ વાગ્યા સુધી દર્શન બંધ રહ્યા હતા. આ સમય દરમિયાન શ્રીજી મહારાજ બાળભોગ, શળગારભોગ તથા ગોવાળભોગ આરોગયો હતો. સવારે ૮ થી બપોર ૨ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા. બપોર ૨ થી ૪ મંદિર બંધ રહ્યું. સાંજે ૪ થી ૫-૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા. ૫-૩૦ થી ૬-૩૦ વાગ્યા સુધી દર્શન બંધ થયા હતા. સાંજે ૬-૩૦ વાગે ઉત્થાપન આરતી થઇ. આરતી બાદ ક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ, આરોગ્ય બાદ શ્રીજી મહારાજ અનુકુળતાએ પોઢી ગયા હતા. દેવદિવાળી પર્વ પ્રસંગે પરિક્રમા બંધ રાખવામાં આવી હતી. શ્રી રણછોડરાઇજી મહારાજનો ઇતિહાસ - ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. આ કાનુડાનું જ એક મંદિર છે ડાકોર. આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર પાછળ પણ એક વાર્તા છે. ડાકોર જે પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું, સવંત 1722માં ત્યાં એક કૃષ્ણ ભક્ત ભોળાનાથ રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. ભોળાનાથે બધાને વાત કરી. દ્વારકાના પૂજારીઓને આ એકદમ આવનારા પરિવર્તનથી ખૂબ તકલીફ થઈ. તેમણે એક યુક્તિ આજમાવી કે જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે ભોળાનાથ ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.
અન્ય એક ઇતિહાસ મુજબ કહેવાય છે કે, ઇ.સ. 1769માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ગોપાલરાવ જગનાથ તામબ્વેકરે દ્વારકાથી રણછોડરાયજીની સુંદર અને અદ્દભૂત મૂર્તિ લઇ આવીને ડાકોરમાં રણછોડરાઇજીના મંદિરનું નિર્માણ કર્યું હતુ. તે સમયે તેઓ પેશવા સરકારના સરિફ હતા. મંદિર બનાવ્યા બાદ દરરોજ સાચવણી અને જાળવણી માટે પેશવા સરકારે તેમને ડાકોર ગામ આપ્યું અને વડોદરાના ગાયકવાડ સરકારે કંઝરી ગામ ભેંટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. આજ મંદિરને હિંદુઓના ચાર પવિત્ર ધામોમાંનું એક ગણવામાં આવે છે. ભોળાનાથ પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી. મોટાંભાગે કૃષ્ણના નામે ઓળખાંતા ઈશ્વર, દ્વ્રારકા અને ડાકોરમાં રણછોડરાયનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવે જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ રણ છોડીને ભાગી ગયા. આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે.
|