મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ પાવાગઢ
2730 ફૂટ ઉંચે આવેલા પર્વત પર જવા રોપ-વેની સુવિધા..
અક્ષેશ સાવલિયા
W.DW.D

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઉંચે આવેલું છે. ત્યાં પહોચવા માટે રોપ-વેની પણ સુવિધા છે જેની આસપાસનું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોહક છે.

ઇતિહાસ -
પૌરાણિક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમનાં ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતું પોતાની પુત્રી પાર્વતી અને તેના પતિ દેવાધિદેવ શંકરને આમંત્રણ નહોતુ આપ્યું છતાં પણ પોતાના પતિની અવગણના કરીને દેવી સતી ત્યાં ગયાં જ્યાં તેઓ પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ તે સહન ન કરી શક્યાં અને પોતે અગ્નિકુંડમાં કુદી પડ્યાં. આ વાતની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ત્યાં પહોચીને સતીના બળેલા દેહને જોઈને અતિ કોપાયમાન થયાં અને તેમના દેહને લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યાં. ભગવાન શિવના આ રૂપને જોઈને બધાં જ દેવતાંઓ ખુબ જ ભયભીત થયાં તેથી ભગવાન વિષ્ણુંએ તેમના સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓમાં વિભાજીત કરી દીધો. દેવી સતીના દેહના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં મોટી મોટી શક્તિપીઠો સ્થાપિત થઈ ગઈ. આખા ભારતમાં આવી બાવન શક્તિપીઠો છે. એવું કહેવામાં આવે છે કે દેવીના દેહની જમણા પગની આંગળી આ જ્ગ્યા પર પડી હતી. તેથી અહીં આ શક્તિપીઠની સ્થાપના થઈ હતી.
W.DW.D

આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે આ પર્વત પર વર્ષો પૂર્વે વિશ્વામિત્રે મહાકાળીની આરાધના કરી હતી અને તેમની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે.

આ સિવાય પણ ઘણી બધી દંતકથાઓ પાવાગઢ સાથે જોડાયેલી છે. જેમકે એવું પણ માનવામાં આવે છે કે એક વખત મહાકાળી મા એ મનુષ્યનું રૂપ ધારણ કરીને નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે આવ્યાં તો તેમના સૌદર્યને જોઈને રાજા પતાઈ અંજાઇ ગયા6 અને તેઓએ દેવીનો પાલવ પકડીને તેને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું તો દેવીએ તેના પર કોપાયમાન થઈ ગયાં અને તેને શ્રાપ આપી દિધો કે તારા રાજનો નાશ થશે. દેવીના શ્રાપના કારણે રાજાના રાજપાઠનો થોડાક સમયમાં નાશ થયો.

શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે (ગંગા, જમુના અને સરસ્વતી) શુધ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. માતાજીના મંદિરની સામે રાજા પતાઈનો મહેલ આવેલો છે. જે એક જમાનામાં રાજવીઓનો મહેલ ગણાતો હતો.પાવાગઢમાં પગથિયાવાળી વાવ સ્વરૂપે ઓળખાતી એકમાત્ર ઈમારત અત્યારે છે. આ વાવ લગભગ ચાર માળની છે. અને તેની લંબાઈ 190 ફૂટ છે અને પહોળાઈ 10 ફૂટ છે.
W.DW.D

પાવગઢમાં નવરાત્રિ દરમિયાન ભારે ભીડ જોવા મળે છે. પાવાગઢનું ધાર્મિક મહ્ત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે. અહીં ખુબ જ શ્રધ્ધાથી આવનાર દરેકની ઇચ્છા મા અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહી પગથિયા ચડીને જ જવું પડતું હતું પરંતું હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથી હવે માતાજીનાં દર્શન કરવા ખુબ જ સરળ થઈ ગયાં છે. કહેવાય છે કે, મહામંત્રી ચાંપાની સ્મૃતિરૂપે વનરાજ ચાવડાએ આ નગર વસાવેલું હતું. લોકકથાનુસાર, પાવાગઢના મહાકાળી નારીરૂપ લઈને નવરાત્રિમાં ગરબે રમવા આવે છે.
વિડીયો જુઓ
1 | 2  >>  
ફોટોગેલેરી
ફોટો ગેલેરી માટે અહીં ક્લિક કરો
ઘણું બધુ
ૐ શ્રી ત્રિશક્તિ નમ:  
કોલ્લૂર મુકામ્બિકા દેવી નું મંદિર
ગણપતિ બાપા મોરિયા રે
હરે રામા - હરે કૃષ્ણા
ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય મંદિર  
ભૂતભાવન-મનભાવન મહાકાળ