ભોપાલ પહોંચતા જ તમને દેખાશે તાજ-ઉલ-મસાજિદ કે, જેને સામાન્ય ભાષામાં જામા મસ્જિદના નામથી ઓળખવામાં આવે છે. ભોપાલમાં આવેલી આ મસ્જિદને 'મસ્જિદોની મસ્જિદ' ની સંજ્ઞા આપવામાં આવી છે. કહેવાય છે કે આ મસ્જિદના આકારમાં આ એશિયાની સૌથી મોટી મસ્જિદ છે.
મસ્જિદની અંદર પગ મૂકતાં જ રુહાની સુકુનનો અનુભવ થાય છે. મસ્જિદના મુખ્ય દરવાજા પાસે લાગેલી એક મોટી ગલીને પાર કર્યા પછી તમે મુખ્ય ભવનમાં દાખલ થશો. ગલીમાં ખૂબ મોટો જલકુંડ બનેલો છે. જેમાં મુખ્ય ભવનનો પડછાયો દેખાય છે. મુખ્ય ભવનમાં નમાઝ પઢવા માટે એક મોટો હોલ હોય છે. સુંદર નક્કાશીવાળા થાંભલાથી ભરેલા આ હોલથી જોડાયેલી એક મદરસા છે. જ્યાં બાળકોને દિવસે તાલીમ આપવામાં આવે છે. ગુલાબી પથ્થરોથી બનેલી સફેદ ગુંબજવાળી આ મસ્જિદ ઈસ્લામિક સ્થાપત્યકલા વાસ્તુકલાનો અદ્દભુત નમૂનો છે. ઈશ્વરના બંદાઓનું માનવું છે કે આ શફ્ફાક ગુંબજ તેમને ખુદાની બંદગી અને નેકીના રસ્તે ચાલવા માટે પ્રેરિત કરે છે. કારણકે આ મસ્જિદને ભોપાલના સ્થાનીય કારીગરો, કલાકારોએ બનાવી હતી. તેથી મસ્જિદની ઈમારતમાં ક્યાંક-ક્યાંક હિન્દુસ્તાની વાસ્તુકલાની પણ ઝલક જોવા મળે છે.
મસ્જિદની દીવાલો પર ક્યાંક ક્યાંક સુંદર ફૂલ ઉપસાવવામાં આવ્યા છે. જાણકારોનું માનવું છે કે આ મસ્જિદનું નિર્માણ શારજહાંની પત્ની કુદસિયા બેગમે કરાવ્યું હતુ. ઈદના પ્રસંગે આ મસ્જિદમાં થનારી નમાઝનું વાતાવરણ જોવા જેવું હોય છે. હજારો માથા એક સાથે ખુદાની ઈબાદત કરવા નમે છે. મસ્જિદના કેટલાંક ભાગો સુધી કોઇપણ ધર્મને માનવાવાળા લોકો અહીં આવી શકે છે. મસ્જિદને આપ જયારે જોઇ રહ્યા હશો ત્યારે ઘણા બધા લોકો તમને ખૂદાની ઇબાદત કરતા જોવા મળશે. આ ભાગ મસ્જિદના પર્યટકોને માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. કોઈપણ ધર્મને માનવાવાળા લોકો અહીં આવી શકે છે.
|