કૈલાશ પર્વત, 22028 ફીટ ઉંચુ એક પત્થરનું પિરામિડ. હજારો સાધુ-સંત શ્રધ્ધાળુ, દર્શનાર્થીઓ અને દેવતા અહી ઈશ્વરની આરાધના કરવા માટે ભેગા થાય છે. જેમાંથી આ સ્થળની પવિત્રતા વધી જાય છે.
એવું માનવામાં આવે છે કે આ પર્વત સ્વયં સિધ્ધ છે. કૈલાશ અને માનસરોવર એટલું જુનુ છે, જેટલી પ્રાચીન અમારી સૃષ્ટિ છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર પ્રકાશના તરંગો અને ધ્વનિની તરંગોનો સમાગમ થાય છે, જેનું ઓમના જપમાં પરિવર્તન થાય છે. આ સ્થળને ભારતીય દર્શનના હૃદયની પણ ઉપમા આપવામાં આવે છે, જેમાં ભારતીય સભ્યતાનું પ્રતિબિંબ હોય છે.
કલ્પવૃક્ષો દ્વારા આ પર્વતની પ્રાકૃતિક સાજસજ્જા હોય છે. આ પર્વતના દક્ષિણ તરફનું વર્ણન નીલમના રૂપમાં બતાવવામાં આવે છે, જ્યારે પૂર્વ તરફનું ક્રિસ્ટલ, પશ્ચિમનું રુબી અને ઉત્તરનું સ્વર્ણના રૂપમાં વિવરણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુબેરની નગરી આ સ્થાન પર આવેલી છે. મહાવિષ્ણુના પગમાંથી નીકળીને ગંગા કૈલાશ પર્વતની ટોચ પર પડે છે, જ્યાં ભગવાન શિવ પોતાની જટાઓમાં તેમને ભરી લે છે અને તેમની ઘારા વહેવડાવે છે. આ સ્થાન બૌધ્ધ ધર્માવલંબિઓના બધા તીર્થ સ્થાનોમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે. કૈલાશ પર આવેલ બુધ્ધ ભગવાનના અલૌકિક રૂપ 'ડેમચોક' બોધ્ધ ધર્માવલંબિઓના માટે પૂજનીય છે. તે બુધ્ધના આ રૂપને 'ધર્મપાલ'ની સંજ્ઞા પણ આપે છે. બોધ્ધ ઘર્માવલંબિઓનુ કહેવું છે કે આ સ્થળ પર આવીને મળે છે. બીજી બાજુ જૈન ધર્મના પહેલા તીર્થકરે પણ અહી મુકિત લીધી. કેટલાક લોકોનું માનવુ એ પણ છે કે ગુરૂ નાનકે પણ અહી ધ્યાનમાં બેઠા હતા.
માનસરોવર તળાવથી ઘેરાયેલુ હોવાથી કૈલાશ પર્વતનું ધાર્મિક મહત્વ વધી જાય છે. આ સ્થળ પ્રાચીન કાળથી જુદા જુદા ધર્મોને માટે આ સ્થળનું વિશેષ મહત્વ છે. આ સ્થળથી જોડાયેલા જુદા જુદા લોકોના મત અને લોકકથાઓ ફક્ત એક જ સત્યને રજુ કરે છે, જે છે સર્વ ધર્મની એકતા.
|