પ્રેમ વિજય પાટીલ ઈતિહાસને માટે પ્રખ્યાત રહેલા ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના મોહનખેડામાં શ્વેતાંબર જૈન સમાજનો એક એવો મહાતીર્થ વિકસિત થયો છે, જે દેશ અને દુનિયામાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે. પરમ પૂજ્ય દાદા ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની તીર્થ નગરી માનવસેવાનું પણ તીર્થ બની ચૂકી છે. ગુરૂ સપ્તમી પર દરેક વર્ષે અહીં શ્રધ્ધાળુઓનું ટોળુ ઉમટે છે. લાખો શ્રધ્ધાળુ પૂજ્ય ગુરૂદેવનો જયનાદ કરી પોતાના કલ્યાણનો માર્ગ મેળવે છે. આવનારી 15 જાન્યુઆરી 2008ના રોજ ગુરૂ સપ્તમીનો પાવન તહેવાર આવી રહ્યો છે. તેને માટે ભવ્ય તૈયારીઓ થઈ રહી છે.
પૂજનીય દાદા ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મસાની દિવ્ય દ્રષ્ટિને પરિણામે મોહનખેડા મહાતીર્થ છે. શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી સંવત 1928 અને 1934માં રાજગઢમા ચર્તુમાસ કરી ચૂક્યા છે. સંવત 1938માં તેમણે આલીરાજપુરમાં ચતુર્માસ કર્યો અને ત્યારપછી તેમનુ ધાર જિલ્લાના રાજગઢમાં ફરી પદાર્પણ કર્યુ. આ દરમિયાન ગુરૂદેવે શ્રાવકની લુણાજી પોરવાલને કહ્યુ કે તમે સવારે ઉઠીને ખેડા જાય અને ઘાટી પર જ્યાં કંકુનો સાથિયો દેખાય ત્યાં નિશાન બનાવે અને તે જગ્યાએ એક મંદિરનું નિર્માણ કરે. ગુરૂદેવના આદેશમુજબ લુણાજીએ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યુ. સંવત 1939માં ગુરૂદેવનો ચતુર્માસ નજીકની જ કુક્ષીમાં થયો અને સંવત 1940માં તેઓ રાજગઢ નગરમાં રહ્યા. તેમણે જાહેરાત કરી કે આ તીર્થ ભવિષ્યમાં વિશાળ રૂપ ધારણ કરશે અને તેને મોહનખેડાના નામે જાણવામાં આવશે. આજે આ તીર્થ તેમના જ આશીર્વાદને કારણે મહાતીર્થ બની ચૂક્યુ છે.
મંદિરનુ વર્તમાન સ્વરૂપ - વર્તમાનમાં તીર્થ મેદાનમાં વિશાળ અને ત્રિશિખરીય મંદિર ચે. મંદિરમાં મૂળ નાયક ભગવાન આદિનાથની 31 ઈંચની સુદર્શન પ્રતિમા બિરાજેલી છે, જેની સ્થાપના ગુરૂદેવ દ્વારા કરવામાં આવી હતી. બીજી મૂર્તિયોમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી ચિંતામણિ છે. ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે સંગેમરમરના ત્રણ કલાત્મક દરવાજા છે. ગર્ભગૃહમાં શ્રી અનંતનાથજી, શ્રી સુમતિનાથજી અને અષ્ટધાતુની મૂર્તિઓ છે.
મંદિરનાઅ ઉપરના ભાગમાં એક મંદિર છે, જેના મૂળ નાયક તીર્થકર ભગવાન શાંતિનાથ છે. તે સિવાય ચોકમાં શ્રી આદિનાથ મંદિરનું નિર્માણ પણ કરાવવામાં આવ્યુ છે. ભગવાન આદિનાથની 16 ફૂટ 1 ઈંચ ઉંચી વિશાળ શ્યામરંગની કાયોત્સર્ગ મુખવાળી શ્વેતાંબર મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિ અષ્ટમંગલ આસન પર આવેલી છે. મોહનખેડામાં મુખ્ય મંદિરના ડાબી બાજુ અને ત્રણ શિખરોવાળી પાર્શ્વનાથ મંદિરની સ્થાપના પણ કરવામાં આવી છે.
આમા ભગવાન પાર્શ્વનાથને શ્યામવર્ણની બે પદ્માસન પ્રતિમાઓ સ્થાપિત છે. જૈન પરંપરાઓમાં તીર્થકર ભગવંતો, આચાર્યો અને મુનિ ભગવંતોની ચરણ પાદુકાની સ્થાપનાની પરંપરા હ્હે. શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મસા દ્વારા ભગવાન આદિનાથના પગલા સ્થાપિત છે, જ્યાં એક મંદિર બનેલુ છે.
|