મુખ પૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જૈન સિધ્ધ પવિત્ર સ્ર્થળ બાવનગજા
ભીકા શર્મા

W.D
ધર્મયાત્રામા અમે આ વખતે તમને લઈ જઈએ છીએ વિશ્વ પ્રસિધ્ધ જૈન સિધ્ધ ક્ષેત્ર બાવનગજા (ચૂલગિરી)માં. અહીં તાજેતરમાં જ આ શતાબ્દીનો પહેલો મહામસ્તકાભિષેક પુરો થયો છે. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાથી 8 કિ,મી દૂર આવેલ છે. આ પવિત્ર સ્થળમાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવજી (આદિનાથ)ની 84 ફૂટ ઉંચી ઉત્તુંગ મૂર્તિ છે. સતપુડાની મનોરમ ટેકરીઓમાં આવેલ આ મૂર્તિ ભૂરા રંગની છે અને એક જ પત્થરને કંડારીને બનાવવામાં આવી છે. સેંકડો વર્ષોથી આ દિવ્ય મૂર્તિ અહિંસા અને પરસ્પર સદ્દભાવનો સંદેશ આપતી આવી છે.

ઈતિહાસ : સતપુડાની તળેટીમાં આવેલ ભારતની સૌથી મોટી મૂર્તિનુ નિર્માણ ક્યારે થયુ હતુ આ વાતનો ક્યાય ઉલ્લેખ નથી, પરંતુ આ વાતનો પુરાવો છે કે આ મૂર્તિ 13મી શતાબ્દીના પહેલાની છે. એક શિલાલેખના મુજબ સંવત 1516માં ભટ્ટારક રતનકીર્તિએ બાવનગજા મંદિરનું જીર્ણોધ્ધાર કરાવ્યો અને મોટા મંદિરની પાસે 10 જિનાલય બનાવ્યા હતા.

W.D
મુસ્લિમ રાજાઓના શાસનકાળ દરમિયાન આ મૂર્તિ ઉપેક્ષાનો શિકાર બની અને ગરમી, વરસાદ અને ઝડપી હવાઓના લપેટમાં આવવાથી ખૂબ જ જર્જર થઈ ગઈ. જ્યારે દિગંબર જૈન સમુહનુ ધ્યાન આ તરફ ગયુ તો તેમણે ભારતીય પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને એંજીનિયરોની સાથે મળીને મૂર્તિનો જીર્ણોધ્ધાર કરવાની યોજના બનાવી. વિક્રમ સંવત 1979માં મૂર્તિનો જીર્ણોધ્ધાર થયો અને તેનો ખર્ચો લગભગ 59000 આવ્યો. આ જીર્ણોધ્ધારમાં મૂર્તિની બંને બાજુ ગેલેરી બનાવી દેવામાં આવી અને તેને તડકાથી અને વરસાદથી બચાવવા માટે તેની ઉપર 40 ફૂટ લાંબા અને 1.5 ફૂટ પહોળા ગર્ડર નાખીને ઉપર તાંબાના પતરાની છત બનાવી દેવામાં આવી.
વિડીયો જુઓ
1 | 2  >>  
ફોટોગેલેરી
ફોટોગેલરી માટે અહીં ક્લિક કરો...
ઘણું બધુ
અદ્દભુત તિરૂપતી બાલાજી મંદિરના દર્શન  
જગમાં સાચુ તારુ નામ..સાઁઈ રામ..  
જૈનોનું શ્રી મહાતીર્થ મોહનખેડાધામ  
વાલિયા કોયિકલ મંદિર  
કૈલાશ માનસરોવરની અલૌકિક તીર્થયાત્રા  
કેરલનું અદ્દભુત સેંટ મેરી ચર્ચ