મુખપૃષ્ઠ > ધર્મ > ધર્મ યાત્રા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યોગેંન્દ્ર શીલનાથ બાબા  Search similar articles
W.D

દેવસમાં છે શ્રીગુરૂ યોંગેન્દ્ર શીલનાથ બાબાની અખંડ ધૂના અને જ્યોત. આજે પણ તેમની ખડાઉ અને પલંગ રાખી મુકેલ છે. 100 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો પરંતુ આજે પણ બેડરૂમની નીચે બનેલ ભોયરૂ અને નાનો કુવો તેમનો તેમ જ છે.

ઈંદોર અને ઉજ્જૈનમાં તેમની તપોભૂમિ પર લોકો આજે પણ આવે છે અને શાંતિનો અનુભવ કરે છે. એવું કહેવાય છે કે જે કોઈ પણ પવિત્ર થઈને અહીયા આવીને સસમ્માન ઝુક્યું છે તેની નૌકા પાર થઈ ગઈ છે. સંસારના દરેક કાર્યમાં તેની જીત જ થશે. બાબા પોતાના ભક્તોને હથેળી પર રાખે છે. આખુ દેવાસ બાબાના પગે લાગે છે. બાબાને અપિત્રતા જરા પણ સહન નથી થતી એવું દેવાસવાસીઓનું માનવું છે. મલ્હાર ધૂણી એક તપોભૂમિ છે જ્યાં બાબાની ધૂણી સિવાય તેમના વધારે પડતાં શિષ્યોના સમાધિ સ્થળ છે.

ફોટોગેલરી માટે અહી ક્લિક કરો...

જનશ્રુતિ છે કે બાબા અહીંયા આવેલી બાવડીની ગુફાની અંદર જઈને ગુમ થઈ જતાં હતાં અને ત્યારબાદ હરિદ્વારમાં સ્નાન કરીને ફરીથી ત્યાં હાજર થઈ જતાં હતાં. શહેરના પ્રતિષ્ઠિત લોકોએ તેમને હરિદ્વારમાં સ્નાન કરતાં પણ જોયા છે જ્યારે કે તેમનો આ રોજનો નિયમ છે.
W.D

જ્યારે બાબા ધૂણી તપાવતાં હતાં ત્યારે તેમની આજુબાજુ વાઘ-ચીત્તા ફરતાં હતાં અને જંગલના અન્ય જાનવર પણ આવીને બેસતાં હતાં. તેમની પાસે એક વાઘ રહેતો હતો અને જેને તેઓ દરરોજ ભોજન આપતાં હતાં. બાબાએ તે વાઘ માટે એક પાંજરૂ પણ બનાવડાવ્યું હતું. તેઓ એક સીડી દ્વારા પાંજરાની અંદર ઘુસીને વાઘને ભોજન આપતાં હતાં.

ભારતના ચોર્યાસી સિદ્ધોની પરંપરામાંના એક હતાં ગુરૂ ગોરખનાથ જેમનો નેપાળ સાથે ખુબ જ નજીકનો સંબંધ રહ્યો છે. નેપાળના રાજા મહેંન્દ્ર દેવ તેમના શિષ્ય થઈ ગયાં હતાં. તે સમયે નેપાળના એક વિસ્તારને ગોરખ રાજ્ય કેહવામાં આવતું હતું કેમકે ગોરખનાથે અહીંયા ડેરો નાંખ્યો હતો. ત્યાંની જનતા આગળ જઈને ગોરખા જાતિ તરીકે ઓળખાઈ. અહીંયાથી જ ગોરખનાથના હજારો શિષ્યોએ વિશ્વભરમાં ફરીને ધૂના સ્થાન નિર્મિત કર્યા. આ જ શિષ્યો દ્વારા નાથોની અનેકાનેક શાખાઓ થઈ ગઈ.

નૌનાથની પરંપરામાં ઘણાં સિદ્ધ પુરૂષ થયાં જેમનું સ્થાન આસામ, અરૂણાચલથી અફઘાનિસ્તાનના હિંદૂ કુશ પર્વત સુધી ફેલાઈ ગયું. માન્યતા અનુસાર જ્યાં જ્યાં નૌનાથોની ધુણી ચાલી ત્યાં ત્યાં યોગપીઠ સ્થાપીત થયાં જેમાંથી એક પંજાબના હિસારમાં સુલ્તાનપુર ગામમાં પણ હતી. અહીંયાના પીઠાધિપતિ ઈલાયચીનાથ મહારાજ હતાં જેમના શિષ્યો-પ્રશિષ્યોની શાખાઓ પંજાબ, કાશ્મીર, સિંધ, ક્વેટા, કાબુલ, કંદહાર, ચમન, મહારાષ્ટ્ર અને માલવા વગેરે વિસ્તારની અંદર ફેલાઈ ગઈ હતી. આ જ યોગપીઠથી બાબા શીલનાથે દિક્ષા ગ્રહણ કરી હતી.
વિડીયો જુઓ
1 | 2  >>  
ઘણું બધુ
મહાન સંત ધૂણીવાળા દાદા  
સંત સિંગાજીનુ સમાધિ સ્થળ  
શ્રી લક્ષ્મી નરસિંહ ચંદનોત્સવ
દક્ષિણ કૈલાશના શિવ શંભુ... શ્રી કાલહસ્તી  
જમદગ્નિ પરશુરામની જન્મભૂમિ  
શ્રધ્ધાના કેન્દ્રમાં માઁ ચંદ્રિકા દેવી ધામ