અય્યાનાથન જે આઈ આપણા દેશમાં ભગવાન શિવના પ્રસિદ્ધ ક્ષેત્રોમાં વૈથીસ્વરન કોઈલનું એક વિશેષ સ્થાન છે. અહીંયા ભક્તોના હૃદયમાં ભગવાન વૈથીયંતરના રૂપમાં વસવાટ કરે છે. વૈથીયંતર શબ્દનો અર્થ છે દરેક બિમારીનો ઈલાજ કરનાર જેને આપણે આજકાલની ભાષામાં ચિકિત્સક કે ડૉક્ટર કહીએ છીએ. માનવામાં આવે છે કે વૈથીયંતરે 4,480 બીમારીઓનો ઈલાજ શક્ય છે.
આ મંદિર એટલા માટે પ્રસિદ્ધ છે કેમકે રામાયણ અનુસાર જટાયુએ દુષ્ટ રાવણથી માતા સીતાને બચાવવા માટે યુદ્ધ કર્યું હતું અને તે લડાઈની અંદર તેની બંને પાંખો ક્પાઈને આ મંદિરની જગ્યાએ પડી હતી.
સીતાની શોધમાં જ્યારે પ્રભુ શ્રીરામ પોતાના ભાઈ લક્ષ્મણની સાથે અહીંયા પહોચ્યાં ત્યારે જટાયુ પોતાના જીવનનાં છેલ્લાં શ્વાસ લઈ રહ્યો હતો. જટાયુએ બધી જ વાત શ્રીરામને જણાવી અને તેમને પોતાના અગ્નિસંસ્કાર તેમના હાથે કરવા માટે કહ્યું.
ફોટોગેલરી માટે અહીં ક્લિક કરો જે સ્થાને ભગવાન શ્રીરામે જટાયુનો અગ્નિસંસ્કાર કર્યો હતો તે નામને જટાયુ કુંડમના નામથી ઓળખવામાં આવે છે. આ ભવ્ય સ્થાન મંદિરની અંદર આવેલ છે અને કોઈ પણ ધર્મના લોકો આ વિભૂતિ કુંડની અંદર પ્રસાદ લઈ શકે છે.
શ્રીરામે રાવણને આ યુદ્ધની અંદર હરાવીને સીતા તેમજ અન્ય સાથીઓની સાથે પાછા ફરતી વખતે આ પવિત્ર સ્થળે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. દેવી શક્તિથી ભગવાન શિવ મુરૂગાએ વેલ શસ્ત્ર પ્રાત્પ કર્યું હતું તેમજ આ શસ્ત્ર દ્વારા પદમા સુરન નામના અસુરનો વધ કર્યો હતો. સંત વિશ્વામિત્ર, વરિષ્ઠ, તિરૂવાનાકુરસર, તિરૂગનંસબંદર, અરૂનાગીરીનાથરે આ જગ્યાએ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આ ભવ્ય સ્થાન વિશિષ્ટ છે કેમકે કોઢના રોગોથી પીડિત અંગરકરણ (તમિલ ભાષામાં મંગળ ગ્રહનું નામ) ને પ્રાર્થના કરી અને પોતાની બિમારીઓ ઈલાજ કર્યો. તેથી આ સ્થળ નવગ્રહ ક્ષેત્રમમાંનું એક છે. જે લોકોની જન્મ કુંડળીમાં ચેવ્વા દોષ છે, તે અહીંયા આવે છે અને અંગકરણની પુજા કરે છે.
ભગવાન શિવ પોતની શક્તિ થય્યાલનાયકી અમ્માઈ, જે પોતાની સાથે થાઈલમ, સંજીવી તેમજ વિલ્વા ઝાડના મૂળની રેત જેના મિશ્રણથી 4,480 બિમારીઓનો ઈલાજ થઈ શકે છે તેની સાથે આ ક્ષેત્રમાં આવ્યાં તેમજ રોગથી પીડિત ભક્તોને મુક્ત કર્યા અને વૈઈથીયનાથ સ્વામીના નામથી ઓળખાળા.
લાખો લોકો આ મંદિરની અંદર દર્શન કરવા માટે દરેક વર્ષે આવે છે અને પોતાના સારા સ્વાસ્થ્ય માટે અહીંયા પ્રાર્થના કરે છે. માનવામાં આવે છે કે અહીંયા ભક્તોની માનતા પુર્ણ થાય છે. પ્રાચીન પ્રથાઓ અનુસાર એક વિશેષ પ્રકારની દવા બનાવવામાં આવે છે. તે પ્રથા હજુ પણ પ્રચલિત છે.
|