શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By વેબ દુનિયા|

2007માં ટેનિસના ઉતાર ચઢાવ

P.R
ભારતીય ટેનિસના વીતેલા વર્ષોની જેમ વર્ષ 2007 પણ સાનિયા મિર્જા, લિએંડર પેસ અને મહેશ ભૂપતિની આસપાસ જ ફરતુ રહ્યુ, જેમા તેઓ જેટલા આગળ વધ્યા તેટલાં પાછળ પણ ધકેલાયા.

ભારતીય ટેનિસ આ વર્ષે બે ડગલાં આગળ વધ્યુ. ટેનિસ સનસની સાનિયાએ ઓગસ્ટમાં 27મી રેંકિગ મેળવી આ સ્થાન પર પહોંચવાવાળી પહેલી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ.

સાનિયાએ જો કે વર્ષમાં ત્રણવાર ઘાયલ થવાને કારણે અનેક ટુર્નામેંટોમાંથી બહાર રહેવું પડ્યુ, અને છેવટે વર્ષના અંતે એકલ રેંકિગ 31 યુગલમાં 18માં સ્થાન પર સરકી જવાથી તે ફરી બે ડગલાં પાછળ થઈ ગઈ.

ભારતના બીજા બે સ્ટાર ટેનિસ ખેલાડી પેસ અને ભૂપતિએ બે-બે એટીપી એવોર્ડ જીત્યા. વર્ષનો અંત તેમના માટે પણ સારો નહી રહ્યો. ભૂપતિ હાલ થયેલ પીઠની સર્જરીને કારણે આજે આરામ કરી રહ્યા છે, જ્યારે કે પેસ પણ હાલ કોઈ મોટી ટુર્નામેંટ નથી જીતી શક્યા.

સાનિયાએ વર્ષમાં સારી પ્રગતિ કરી. તે છેલ્લા વર્ષની સમાપ્તિ પર 66મી રેંકિગ પર હતી પણ ઓગસ્ટમાં અમેરિકા ઓપનમાં ત્રીજા એલ ગ્રાનવિલાને હરાવીને ત્રીજા રાઉંડમાં પહોંચનારી સાનિયા આ ઉપલબ્ઘિ મેળવનારી પહેલી ભારતીય મહિલા બનવાની સાથે જ ટેનિસ કેરિયરમાં પહેલી વાર 27મી રેંકિગ પર પણ પહોંચી.

ત્યાર પછી તે હૈદરાબાદી છોકરીને જાણે કોઈની નજર લાગી ગઈ અને તેમનું પ્રદર્શન સતત બગડતું ગયુ. તે આ દરમિયાન પોતાના ફીટનેસને લઈને પણ પરેશાન રહી, છેવટે ઓક્ટોબરમાં તેમને પેટની માંસપેશિયોમાં ખેંચ થવાને કારણે જાપાન ઓપનના કવાર્ટર ફાઈનલમાં પહોંચવા છતાં ખાલી હાથે પાછા ફરવું પડ્યુ.

ટેનિસની સાથે સાથે ગ્લેમરની દુનિયાની પણ માનીતી સાનિયા કોઈને કોઈ કારણે આખા વર્ષ દરમિયાન ચર્ચામા રહી. ક્યારેક ક્રિકેટ મેચ જોવાને કારણે તો કદી બોલીવુડના કલાકારો સાથે જોવાને કારણે તો કદી વિવાદોને કારણે. સાનિયાની સાથેનો હાલનો જે વિવાદ છે તે હૈદરાબાદની મક્કા મસ્જિદમાં એક જાહેરાતની શૂંટિગને લઈને ઉઠ્યો હતો.

જો કોર્ટ પર પ્રદર્શનની વાત કરવામાં આવે તો સાનિયાએ આ વર્ષે કુલ 49 મેચ રમી, જેમાથી તેમણે 30 મેચ જીતી અને 19 હારી. યુગલમાં તેમણે 32 મેચ જીતી અને 11 હારી, બધુ મળીને જોવા જઈએ તો તે પોતાના ડબલ્યુટીએ કેરિયરમાં એકલમાં હમણાં સુધી 179 મેચ જીતી ચુકી છે અને 83માં તેમણે હાર મળી. યુગલમાં તેમણે 23 મેચો જીતી અને 58 હારી.

સાનિયા આ વર્ષે ગ્રૈડસ્લૈમ ટુર્નામેંટમાં ઓસ્ટ્રેલિયા ઓપન ફ્રેંચ ઓપન અને વિમ્લડનના બીજા રાઉંડમાં અને અમેરિકા ઓપન ના ત્રીજા રાઉંડમાં પહોંચી.

સાનિયાને હજુ ઓસ્ટ્રેલિયામાં થનારા હોપમૈન કપમાં રોહન બોપન્નાની સાથે મિશ્રિત યુગલમાં રમવાનું છે. ભારતની આ જોડીને ગયા વર્ષે સારા પ્રદર્શનના આધારે આ સ્પર્ધામાં સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે.