રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: શુક્રવાર, 21 જુલાઈ 2023 (10:50 IST)

શા માટે મહિલાઓ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરે છે? તેનું મહત્વ જાણો

Why do women wear green bangles in the month of Shravan?
મહિલાઓ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ - વિવાહિત મહિલાઓ સુખી દામ્પત્ય જીવન અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા સાથે સાવન મહિનામાં ભોલેનાથને જળ ચઢાવે છે. આ સિવાય નવવધૂઓ પણ સાવન માં લીલી બંગડીઓ પહેરે છે. ચાલો જાણીએ લીલી બંગડીઓનું મહત્વ.
 
શ્રાવણમાં મહિલાઓ લીલી બંગડીઓ કેમ પહેરે છે?
 
શ્રાવણ મહીના આવતા જ બંગડીઓનો વેચાણ વધી જાય છે. પણ તેમાં પણ ખાસ કરીને લીલા રંગની બંગડીઓની માંગણી વધારે રહે છે. આ જ કારણ છે કે બંગડી વેચનાર શ્રાવણમાં લીલા રંગની બંગડીઓની કીમત વધારી દે છે. 
 
મહિલાઓ શ્રાવણમાં લીલા રંગની બંગડીઓ તો પહેરે છે, પણ તેના મહત્વ અને ફાયદા નહી જાણતી. કેટલીક મહિલાઓ તો જોવા-જોઈ બંગડી પહેરે છે પણ શું છે તેના કારણ જો તમે નહી જાણતા તો આજે વેબદુનિયા ગુજરાતી તમને આ રહ્સ્ય જણાવશે. 
 
શ્રાવણનો મહીનો પ્રકૃતિના સૌંદર્યનો મહીનો હોય છે. શાસ્ત્રોમાં મહિલાઓને પણ પ્રકૃતિના રૂપમાં જ ગણાયું છે. શ્રાવણમાં વરસાદના ટીંપાથી ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં લીલો નજર આવે છે. તેનાથી આંખને પણ શાંતિ મળે છે. તેથી પ્રકૃતિના રંગમાં રંગવા માટે મહિલાઓ પણ મેહંદી લગાવે છે સાથે જ લીલા કપડા અને લીલી બંગડીઓ પહેરે છે.
 
આ મહીનામાં સુહાગન મહિલાઓ માટે ઘણા તહેવાર આવે છે. જેમાં કજલી ત્રીજ, હરિયાળી ત્રીજ, કેવડા ત્રીજ  શામેળ છે. આ તહેવારોની શરૂઆત જ લીલા કપડા અને બંગડી પહેરવાના નિયમ છે. 
 
શાસ્ત્રોની માનીએ તો શ્રાવણ મહીનામાં લીલા રંગના કપડા પહેરવાથી સૌભાગ્યમાં વધારો હોય છે અને પતિ-પત્નીમાં પ્રેમ વધે છે. લીલા રંગ ઉપજ્નો પ્રતીક ગણાય છે. આ મહીનામાં પ્રકૃતિમાં થયેલ ફેરફારથી હાર્મોંસમાં પણ ફેરફાર હોય છે. જેનો પ્રભાવ શરીર અને મન પર પડે છે. જે સ્ત્રી પુરૂષમાં કામ-ભાવનાને વધારે છે. 
 
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ દરમિયાન પરિણીત મહિલાઓ લીલી બંગડીઓ પહેરે છે. સનાતન ધર્મમાં લીલી બંગડીઓને લગ્નનું પ્રતિક માનવામાં આવે છે અને કહેવાય છે કે શ્રાવણ માસમાં લીલી બંગડીઓ પહેરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને આશીર્વાદ આપે છે.