દામ્બુલા (વેબદુનિયા) મેન ઓફ ધ મેચ ઓવેસ શાહ અને બોલરોનાં શાનદાર પ્રદર્શનનાં કારણે ઇંગ્લેન્ડે બીજા વન-ડેમાં શ્રીલંકાને 65 રનથી હરાવીને શ્રેણીમાં એક-એકથી બરોબર કરી છે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવ લેતા ઓવેશ શાહનાં શાનદાર 82 રનની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટે 234 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં શ્રીલંકાની પૂરી ટીમ 4.3 ઓવરમાં ફક્ત 169 રન પર ઓલઆઉટ થતાં ઇંગ્લેન્ડનો 65 રને શાનદાર જીત થઇ હતી.
ઇંગ્લેન્ડનાં બોલરોએ શ્રીલંકાના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતાં. સાઇટબોટમ અને યુવા બોલર ગ્રમહમ સ્વાને કરકસર ભરી બોલીંગ કરીને બે-બે વિકેટ ઝડપી હતી. કેપ્ટન કોલિંગવુડ અને સ્ટુઅર્ટ બ્રાંડે પણ બે-બે વિકેટ મેળવી હતી.
શ્રીલંકા તરફથી મુબારક અણનમ (44) સિવાય અન્ય એક પણ બેટ્સમેન લાંબો સમય વિકેટ પર ટકી શક્યા ન હતા.
|