હૈદરાબાદ (વેબદુનિયા) ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેના ફ્યૂચર કપનાં ત્રીજા વન-ડે મેચમાં ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને પ્રથમ દાવ લઇને સારી શરૂઆત કરી છે.
ઓસ્ટ્રેલીયા તરફથી ગીલક્રિસ્ટ 29 રન કરીને પઠાણનાં દડામાં બોલ્ડ થયા હતાં. જ્યારે મેથ્યુ હેડને પોતાની ફીફ્ટી પૂર્ણ કરી છે.
સમાચાર લખવામાં આવે છે ત્યારે ઓસ્ટ્રેલીયાએ 20 ઓવરમાં એક વિકેટે 110 રન બનાવ્યા છે. હેડન 59 રન પર અને પોન્ટીંગ 13 રને દાવમાં છે.
ઓસ્ટ્રેલીયા સાત વન-ડેની શ્રેણીમાં 1-0થી લીડમાં છે. શ્રેણીનો પ્રથમ મેચ વરસાદનાં કારણે રદ થયેલ અને બીજા મેચમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને હરાવ્યું હતું.
જીવંત સ્કોર બોર્ડ જોવા અહીં ક્લીક કરો...
|