હૈદ્રાબાદ (વેબદુનિયા) ટોસ જીતીને રિકી પોટીંગે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એડ્ર્યું સાયમંડ્સે સર્વાધિક 89 રન બનાવ્યાં હતાં, જ્યારે હેડન 60, અને ક્લાર્ક 59 રનોનું યોગદાન આપવામાં સફળ રહ્યાં હતાં. ગિલક્રિસ્ટ 29 અને પોટીંગ 25 બનાવ્યાં હતાં.
ત્રીજા એકદિવસીય મેચમાં મેહમાન ટીમ ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેનોએ ભારતીય બોલરોની જોરદાર ધોલાઇ કરી અને 50 ઓવરોમાં 7 વિકેટો ગુમાવી 290 રનો બનાવી સંન્માનજનક સ્કોર બનાવવામાં સફળતા મેળવી હતી.
એડ્ર્યું સાયંડ્સ-ક્લાર્કમાં 123 રનની ભાગીદારી બનાવી હતી. ભારત તરફથી ઇરફાન પઠાણ, ઝહીર ખાન અને શ્રીસંથે 2-2 વિકેટ ઝડપી હતી, જહીરે 61 અને અને શ્રીસંથે 58 અને પઠાણે 57 રન આપ્યાં હતાં.
તેના જવાબમાં ભારતીય બેટ્સમેનો 47.4 ઓવરમાં 243 રન બનાવી શક્યાં હતાં. ભારતીય ટીમમાં યુવરાજ સિંહે સર્વાધિક સ્કોર બનાવ્યો હતો તેમને 115 બોલમાં 121 રન બનાવ્યાં હતાં જેમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યાં હતાં. અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 71 બોલમાં 43 રન બનાવ્યાં હતાં. હરભજન 19 રન બનાવી અણનમ રહ્યાં હતાં.ભારતીય ટીમના સુકાની 37 બોલમાં 33 બનાવી શક્યાં હતાં.
લાઇવ સ્કોરસ્કાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો...
|