હૈદ્રાબાદ (વાર્તા) કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયાઇ ખેલાડીઓ પર શુક્રવારે રમાયેલ ત્રીજા એકદિવસીય મેચમાં અપ્રિયભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ધોનીએ મેચ પુરી થયા બાદ તેમને તે જણાવ્યું ન હતું કે તેઓ વાસ્તવમાં શું બોલ્યા હતાં, પરંતુ તેમને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોટિંગ અને તેમના ખેલાડીએ અપ્રિય ભાષાનો ઉપયોગ કર્યો અને તેની કમ્પલેન એમ્પાયરને કરી હતી.
તેમને કહ્યું હતું કે મેચ રેફરી ક્રિસ બ્રોંડ સામે અમે સહેમત થયાં હતાં કે કોઇ પણ ટીમ અપ્રિય ભાષાનો ઉપયોગ કરશે નહી. પરંતુ પોટીંગ અને તેમના ખેલાડીઓ ઉલ્ટો વહેવાર કર્યો હતો.
સાઇમંડ્સે કહ્યું હતું કે અમે મહેસુસ કર્યું છે કે મેદાન પર ખૂબ ગરમા-ગરમી રહી માટે આ મેચમાં વધુ ખેલ ભાવના સાથે રમ્યાં હતાં. તેમને કહ્યું હતું કે બંને ટીમોનું વર્તન ક્રિકેટ પરિષદના નિયમોના દાયરામાં હતાં.
|