મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતની ધીમી પણ સંગીન શરૂઆત

ચંદીગઢ (વેબદુનિયા) ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્ચેનાં ફ્યૂચર કપ વન-ડે શ્રેણીનાં ચોથા વન-ડે મેચમાં આજે સોમવારે ભારતે ચંદીગઢમાં ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કરીને ધીમી પણ સંગીન શરૂઆત કરી છે.

ભારત તરફથી સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે ઓપનીંગની શરૂઆત કરીને 91 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. સૌરવ ગાંગુલી હોપ્સનાં બોલ પર ગીલક્રિસ્ટને કેચ આપીને અંગત 41 રન પર આઉટ થયા હતાં. ગાંગુલીએ પોતાની ઇનિંગમાં શાનદાર છ ચોક્કા ફટકાર્યા હતાં.

સમાચાર લખવામાં આવે છે ત્યારે સચિનનો યુવરાજે સાથ આપીને 21 ઓવરમાં 99 રન પર ભારતનાં સ્‍કોરને પહોંચાડ્યો છે. સચિન 33 અને યુવરાજ 1 રન પર અણનમ છે.

આ પહેલા ભારતે ટોસ જીતીને દાવ લીધો હતો. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતાં. ગૌતમ ગંભીર, રોહીત શર્મા અને શ્રી સંતની જગ્યાએ સૌરવ ગાંગુલી, આર.પી.સિંહ અને દિનેશ કાર્તીકનો સમાવેશ કર્યો છે.

સાત વન-ડેની શ્રેણીમાં ઓસ્‍ટ્રેલીયા 2-0 થી લીડમાં છે. ભારતે શ્રેણી હારથી બચવા હવેનાં ત્રણેય મેચ જીતવા જરૂરી છે.
ઘણું બધુ
ભારતે ટોસ જીતી દાવ લીધો
શ્રી સંત ચોથા વન-ડે મેચમાંથી દૂર
આજે ભારત-ઓસ્‍ટ્રેલીયા વન-ડે મેચ
પ.બંગાળઃ સરકારે ઝૂલનને જમીન આપી
આગામી મેચનું સમય પત્રક
ધોનીએ કાંગારૂઓ પર આરોપ લગાવ્યો