ચંદીગઢ (વેબદુનિયા) ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેનાં ફ્યૂચર કપ વન-ડે શ્રેણીનાં ચોથા વન-ડે મેચમાં આજે સોમવારે ભારતે ચંદીગઢમાં ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કરીને સંગીન શરૂઆત કરી છે.
ભારત તરફથી સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે ઓપનીંગની શરૂઆત કરીને 91 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. સૌરવ ગાંગુલી હોપ્સનાં બોલ પર ગીલક્રિસ્ટને કેચ આપીને અંગત 41 રન પર આઉટ થયા હતાં. ગાંગુલીએ પોતાની ઇનિંગમાં શાનદાર છ ચોક્કા ફટકાર્યા હતાં.
સમાચાર લખવામાં આવે છે ત્યારે સચિનનો યુવરાજે સાથ આપીને 33 ઓવરમાં 162 રન પર ભારતનાં સ્કોરને પહોંચાડ્યો છે. સચિન 59 અને યુવરાજ 31 રન પર અણનમ છે.
સચિને ધીમી રમત રમતા પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. સચિને તેની ઇનિંગમાં પાંચ ચોક્કા ફટકાર્યા છે.
આ પહેલા ભારતે ટોસ જીતીને દાવ લીધો હતો. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતાં. ગૌતમ ગંભીર, રોહીત શર્મા અને શ્રી સંતની જગ્યાએ સૌરવ ગાંગુલી, આર.પી.સિંહ અને દિનેશ કાર્તીકનો સમાવેશ કર્યો છે.
સાત વન-ડેની શ્રેણીમાં ઓસ્ટ્રેલીયા 2-0 થી લીડમાં છે. ભારતે શ્રેણી હારથી બચવા હવેનાં ત્રણેય મેચ જીતવા જરૂરી છે.
|