મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓસ્‍ટ્રેલીયાને જીતવા 292નો લક્ષ્‍ય


ચંદીગઢ (વેબદુનિયા) ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્ચેનાં ફ્યૂચર કપ વન-ડે શ્રેણીનાં ચોથા વન-ડે મેચમાં આજે સોમવારે ભારતે ટોસ જીતીને પ્રથમ દાવ લેતા નિર્ધારીત 50 ઓવરમાં 4 વિકેટે 291 રન બનાવતા ઓસ્‍ટ્રેલીયાને મેચ જીતવા 292 રનનો લક્ષ્ય આપ્યો હતો.

ભારત તરફથી સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે ઓપનીંગની શરૂઆત કરીને 91 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. સૌરવ ગાંગુલી હોપ્સનાં બોલ પર ગીલક્રિસ્ટને કેચ આપીને અંગત 41 રન પર આઉટ થયા હતાં. ગાંગુલીએ પોતાની ઇનિંગમાં શાનદાર છ ચોક્કા ફટકાર્યા હતાં.

સચિને જવાબદારીથી રમતા 119 બોલમાં 79 રન બનાવ્યા હતાં. યુવરાજે 55 બોલમાં 39 રન બનાવ્યા હતાં.

અંતમાં મહેન્દ્ર સિંહ ધોની તથા ઉથ્થપાએ ઝડપી રમત રમીને ભારતનાં સ્‍કોરને સન્માન જનર કર્યો હતો. ધોનીએ ફક્ત 35 બોલમાં 50 રન અને ઉથ્થપાએ 18 બોલમાં 35 રન કર્યા હતાં.

આ પહેલા ભારતે ટોસ જીતીને દાવ લીધો હતો. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતાં. ગૌતમ ગંભીર, રોહીત શર્મા અને શ્રી સંતની જગ્યાએ સૌરવ ગાંગુલી, આર.પી.સિંહ અને દિનેશ કાર્તીકનો સમાવેશ કર્યો છે.

સાત વન-ડેની શ્રેણીમાં ઓસ્‍ટ્રેલીયા 2-0 થી લીડમાં છે. ભારતે શ્રેણી હારથી બચવા હવેનાં ત્રણેય મેચ જીતવા જરૂરી છે.
ઘણું બધુ
ભારતની સંગીન શરૂઆત, 162/1
ભારતની ધીમી પણ સંગીન શરૂઆત
ભારતે ટોસ જીતી દાવ લીધો
શ્રી સંત ચોથા વન-ડે મેચમાંથી દૂર
આજે ભારત-ઓસ્‍ટ્રેલીયા વન-ડે મેચ
પ.બંગાળઃ સરકારે ઝૂલનને જમીન આપી