ચંદીગઢ (વેબદુનિયા) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચ ફ્યુચર કપના ચોથા એકદિવસીય મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે આ રોમાંચક મેચને 8 રને જીતી લીધી છે. આ મેચ જીતવાની સાથે સાથે ભારતે આ શ્રૃંખલામાં પોતાનું ખાતું ખોલ્યું છે. હજુ સુધી ઓસ્ટ્રેલિયા 2-1 થી આગળ છે. કેપ્ટન્મ મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટ કિપીંગ અને બેટીંગમાં સારા પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
ભારતે ટોસ જીતી પ્રથમ બેંટીગ કરતાં સચિન તેંડુલકર (79) સૌરવ ગાંગુલી (41) મહેન્દ્ર સિંહ ધોની (અણનમ 50) અને રોબિન ઉથ્થપા (અણનમ 30) અને યુવરાજ સિંહ (39) રનોનું યોગદાન આપ્યું હતું. અને ઓસ્ટ્રેલિયાને 292 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.
ભારતે પ્રથમ બેંટીગ કરતાં 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 291 રન બનાવ્યાં હતાં.તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 283 રનાવ્યાં હતાં. ભારત તરફથી આરપી સિંહ અને હરભજને 2-2 અને પઠાણ અને મુરલી કાર્તિકે 1-1 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ 292 રનનો પીછો કરતાં શાનદાર શરૂઆત કરી હતી અને ગ્રિલક્રિસ્ટ (18) હેડન (92) સાયમંડ (75) ની બેટીંગના કારણે ભારતીય ટીમ પર ભારે પડી ગયાં હતાં પરંતુ 47 ઓવરમાં આરપી સિંહે સાયમંડ અને હોગને આઉટ કરી મેચનું પાસુ બદલી નાખ્યું હતું.
|