મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સચિનની ઇજા ગંભીર નથીઃ ગ્લોસ્ટર
વાર્તા

ચંદીગઢ (વાર્તા) માસ્‍ટર બ્લાસ્‍ટર સચિન તેંડુલકરને સોમવારે ઓસ્‍ટ્રેલીયા વિરૂદ્ધ ચોથા વન-ડે મેચમાં બેટીંગ કરતા સમયે ગોઠણમાં ઇજા લાગી હતી જે કારણે તેઓ ફિલ્ડીંગમાં આવ્યા ન હતા.

ભારતીય ટીમનાં ફિઝિયો જોન ગ્લોસ્ટરે જણાવ્યું કે બેટીંગ કરતા સમયે સચિનને ગોઠણમાં ઇજા થઇ હતી અને તેમને સામાન્ય ખેંચાણનો અનુભવ થતો હતો. ગ્લોસ્‍ટરે કહ્યું કે તેમાં ચિંતાનો વિષય નથી સચિન આગામી મેચ સુધી સંપુર્ણ ફીટ થઇ જશે.

છતાં પણ ગ્લોસ્ટરે કહ્યું કે એક દિવસ બાદ સચિનની ઇજા વિશે યોગ્ય માહિતી મળશે. સચિનને ઇજા થતા ભારતીય ડ્રેસિંગ રૂમમાં ચિંતાની લહેર ઉઠી છે.

સચિને વિપરીત પરિસ્થિતિમાં ધીરજથી બેટીંગ કરતા 79 રન બનાવીને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ઘણું બધુ
ભારતે 8 રને જંગ જીત્યો
ઓસ્‍ટ્રેલીયાને જીતવા 292નો લક્ષ્‍ય
ભારતની સંગીન શરૂઆત, 162/1
ભારતની ધીમી પણ સંગીન શરૂઆત
ભારતે ટોસ જીતી દાવ લીધો
શ્રી સંત ચોથા વન-ડે મેચમાંથી દૂર