મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારત-ઓસ્‍ટ્રેલીયાની ટીમો વડોદરા પહોંચી
વાર્તા

વડોદરા (વાર્તા) ભારત અને ઓસ્‍ટ્રેલીયાની ટીમ સાત વન-ડેની શ્રેણીનાં પાંચમાં વન-ડે મેચ માટે વડોદરા પહોંચી છે.

બંને ટોમનાં ખેલાડીઓનું હોટલ તાજ પ્રેસીડેંસી પર પારંપરીક રીતે સ્‍વાગત કરવામાં આવ્યું હતું. યજમાન અને પ્રવાસી ટીમ ઓસ્‍ટ્રેલીયાનાં ખેલાડીઓએ પૂરો દિવસ આરામ કર્યો હતો.

સાત વન-ડેની શ્રેણીમાં ઓસ્‍ટ્રેલીયા 2-1 થી આગળ છે. શ્રેણીનો પ્રથમ મેચ વરસાદનાં કારણે રમવામાં આવ્યો ન હતો.

વડોદરા ક્રિકેટ સંઘે મેચની તૈયારીઓ પૂર્ણ કરી છે. લગભગ 21 હજાર દર્શકોની ક્ષમતા વાળા આ સ્‍ટેડીયમમાં 9000 ટીકીટોનું વેચાણ થઇ ગયું છે. જ્યારે અન્ય ટીકીટો બીસીએએ માન્યતા પ્રાપ્ત ક્લબને વેચાણ કરવા આપી છે.

બીસીએએ અહીં કેરીયરનો 400 મો મેચ રમનારા માસ્‍ટર બ્લાસ્‍ટર સચિન તેંડુલકરને સન્માનીત કરવાની યોજના બનાવી રહ્યું છે. શ્રીલંકાનાં સનત જયસૂર્યા બાદ સચિન 400 વન-ડે મેચ રમનારા બીજા ખેલાડી બનશે.
ઘણું બધુ
સચિનની ઇજા ગંભીર નથીઃ ગ્લોસ્ટર
ભારતે 8 રને જંગ જીત્યો
ઓસ્‍ટ્રેલીયાને જીતવા 292નો લક્ષ્‍ય
ભારતની સંગીન શરૂઆત, 162/1
ભારતની ધીમી પણ સંગીન શરૂઆત
ભારતે ટોસ જીતી દાવ લીધો