મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સચિનનાં કેલેન્ડર વર્ષમાં 1000 રન
વાર્તા

નવી દિલ્હી (વાર્તા) ભારતનાં માસ્‍ટર બ્લાસ્‍ટર સચિન તેંડુલકરે એક કેલેન્ડર વર્ષમાં એક હજાર રન સાતમી વખત પૂરા કરીને રેકોર્ડ બનાવ્યો છે.

આ સિદ્ધી મેળવનાર સચિન વિશ્વમાં એક જ છે. સચિને સોમવારે ચંદીગઢમાં ઓસ્‍‍ટ્રેલીયા વિરૂદ્ધ ચોથા વન-ડે મેચમાં 79 રનની ઇંનિંગ દરમિયાન આ સિદ્ધ મેળવી હતી. સચિને 53 રન બનાવ્યા ત્યારે તેણે ચાલુ વર્ષમાં 1000 રન પૂર્ણ કર્યા હતાં.

સચિને આ પહેલા વર્ષ 1994, 1996, 1997, 1998, 2000, અને વર્ષ 2003માં એક હજાર રન પૂરા કર્યા હતાં. સચિન ઉપરાંત સૌરવ ગાંગુલીએ છ વખત એક કેલેન્ડર વર્ષમાં એક હજાર રન પૂરા કરવાની સિદ્ધી મેળવી છે.
ઘણું બધુ
ભારત-ઓસ્‍ટ્રેલીયાની ટીમો વડોદરા પહોંચી
સચિનની ઇજા ગંભીર નથીઃ ગ્લોસ્ટર
ભારતે 8 રને જંગ જીત્યો
ઓસ્‍ટ્રેલીયાને જીતવા 292નો લક્ષ્‍ય
ભારતની સંગીન શરૂઆત, 162/1
ભારતની ધીમી પણ સંગીન શરૂઆત