મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ધોનીની કિંમત 6 કરોડ રૂપિયા
ભાષા

મુંબઈ (ભાષા) મહેન્દ્ર સિંહ ધોનીએ એડમ ગિલક્રિસ્ટ અને મુથૈયા મુરલીધરન જેવા સ્ટાર ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ભારતીય વન ડે ક્રિકેટ ટીમનાં કપ્તાનને ઈંડિયન પ્રીમિયર લીગની ચેન્નઈ ફ્રેંચાઈજીએ 15 લાખ ડોલર (લગભગ છ કરોડ રૂપિયા) માં ખરીદ્યા.

પ્રથમ રાઉન્ડની બોલીનાં સ્ટાર ધોની રહ્યાં. હૈદરાબાદની ફ્રેંચાઈજીએ ગિલક્રિસ્ટને 7 લાખ ડોલર (લગભગ બે કરોડ 80 લાખ રૂપિયા) માં ખરીદ્યા. તો ચેન્નઈની ટીમે શ્રીલંકાનાં ઓફ સ્પિનર મુરલીધરનને 6 લાખ ડોલર (6 કરોડ 40 લાખ ડોલર) માં ખરીદ્યા.

પાકિસ્તાનનાં રિટાયર્ડ લેગ સ્પિનર શેન વોર્નને જયપુરની ટીમે સાડા ચાર લાખ ડોલરમાં ખરીદ્યા. શ્રીલંકાનાં કપ્તાન મહિલા જયવર્ધને મોહાલી ટીમ માટે રમશે. પ્રીતિ જિંટાની આ ફ્રેંચાઈજીએ જયવર્ધનેને 4 લાખ 76 લાખ ડોલરમાં ખરીદ્યા.

પાકિસ્તાનનાં સુપરફાસ્ટ બોલર શોએબ અખ્તર આઈપીએલમાં સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી કોલકાતા ટીમ માટે રમશે જેને 4 લાખ 25 હજાર ડોલરમાં ખરીદ્યા છે. આ ટીમો ખેલાડીને ખરીદવા માટે 33 થી 50 લાખ ડોલર સુધી ખર્ચ કરી શકે છે.

આઠ ટીમો ભારતીય અને વિદેશીઓ સહિત 78 ખેલાડીઓ પર બોલી લગાવશે. આઠ શહેરોની ફ્રેંચાઈજીએ બીસીસીઆઈની આઈપીએલથી 72 કરોડ 33 લાખ ડોલરમાં ટીમો ખરીદી છે. આ ટીમો 18 એપ્રિલથી એક જૂન સુધી રમાનારી ટ્વેંટી.20 લીગ ટૂર્નામેન્ટમાં ભાગ હશે.

પાંચ આઈકોન ખેલાડી સૌરવ ગાંગુલી (કોલકાતા), સચિન તેંડુલકર (મુંબઈ), યુવરાજ સિંહ (મોહાલી), રાહુલ દ્રવિડ (બેંગલુરુ) અને વીરેન્દ્ર સહેવાગ (દિલ્હી) ની હરાજી કરવામાં આવી નથી. તેઓ પોતાનાં શહેર માટે રમશે.

દરેક ખેલડીને વર્ષિક પ્લેયર ફી મળશે જેથી આઈપીએલનાં સમગ્ર સત્ર માટે તેની હાજરી સુનિશ્ચિત બનશે. દરેક ફ્રેંચાઈજીને ઓછામાં ઓછા 16 ખેલાડી ખરીદવાનાં પડશે જેમાં ચાર અંડર 22 હશે.

આઈપીએલ કમિશ્નર લલિત મોદી અને બીસીસીઆઈનાં ઉચ્ચ અધિકારી આઈ.એસ.બિન્દ્રા, આઈપીએલનાં મેદાન અને પ્રાથમિક માળખા પ્રમુખ સવારથી હરાજી માટે હોટલ પહોંચ્યા હતાં. પૂર્વ કપ્તાન ગાંગુલી તથા દ્રવિડ પણ નીલામીનો ભાગ ન હોવા છતાં અહીંયા હાજર રહ્યાં હતાં.

બોલીમાં વેચાયેલા ટોચનાં 9 ખેલાડીઓ
(1) મહેન્દ્ર સિંહ ધોની 6 કરોડ રૂપિયા (ચેન્નઈ ટીમ)
(2) એંડ્ર્યુ સાયમંડ્સ 5 કરોડ 40 લાખ રૂપિયા (હૈદરાબાદ ટીમ)
(3) સનથ જયસૂર્યા 3 કરોડ 90 લાખ રૂપિયા (મુંબઈ ટીમ)
(4) ઈરફાન પઠાણ 3 કરોડ 70 લાખ રૂપિયા (મોહાલી ટીમ)
(5) બ્રેટ લી 3 કરોડ 30 લાખ રૂપિયા (મોહાલી ટીમ)
(6) જેક્સ કાલિસ 3 કરોડ 60 લાખ રૂપિયા (બેંગલુરુ ટીમ)
(7) હરભજન સિંહ 3 કરોડ 40 લાખ રૂપિયા (મુંબઈ ટીમ)
(8) ક્રિસ ગેલ 3 કરોડ 20 લાખ રૂપિયા (કોલકાતા ટીમ)
(9) રોબિન ઉથપ્પા 3 કરોડ 20 લાખ રૂપિયા (મુંબઈ ટીમ)
ઘણું બધુ
સાયમંડસ પાકિસ્તાન નહીં જાય
કોલકત્તા-શાહરૂખની ટીમનો કોચ બુચનાન?
78 ખેલાડીઓની બોલી, રૂ. 160 કરોડનો દાવ
આજે 89 આં.રા.ક્રિકેટરોની હરાજી-IPL
સચિનનો શૂન્યનો નવો રેકોર્ડ
અત્યંત રોમાંચ વચ્ચે ભારતનો વિજય